તમારા સ્માર્ટફોન્સની Appsમાં સેવ હોય છે Password, આ Settingsની મદદથી હટાવો

એન્ડ્રોઇડ યૂઝર્સના સ્માર્ટફોન્સમાં ઘણી એપ ઇન્સ્ટૉલ હોય છે. તેમાં યુટિલિટી, ગેમ્સ, સોશિયલ તથા અન્ય ઘણા પ્રકારની એપ્સ શામેલ હોય છે. આ પૈકી ઘણી એપ્સ એવી પણ હોય છે, જેને યૂઝ કરવા માટે ઘણી પરમિશન આપવાની હોય છે. પરંતુ યૂઝર્સ વાંચતા જ નથી કે તેઓ કઇ કઇ પરમિશન આપી રહ્યા છે. આ પરમિશનમાં ગૂગલ એકાઉન્ટની ડિટેઇલ્સ પણ શામેલ હોય છે.

એપ પર સેવ થઇ જાય છે ડિટેલ:

કોઇ એપને પરમિશન આપવાનો મતલબ એમ થાય છે કે, તમે તેની સાથે પોતાની ડિટેઇલ શૅર કરી રહ્યા છો. એટલે કે તમારા ફોનની ગેલેરી, મીડિયાથી માંડીને લોકેશન જ નહીં પણ તમારા ઘણા પાસવર્ડની ડિટેઇલ પણ તમે શેર કરી રહ્યા છો.

ઘણી એપ્સ હોય છે જેને પરમિશન ન આપો તો તે કામ પણ કરતી નથી, આથી તમે આવી તમામ પરમિશનને Allow કરી દો છો. એટલે કે યૂઝર ન ઇચ્છે તો પણ ગૂગલ એકાઉન્ટ સાથે સંકળાયેલી ડિટેલ્સ એપ્સ સાથે શેર થતી હોય છે. તેવામાં ગૂગલ એકાઉન્ટથી ડિટેઇલ્સ આ એપ્સ પાસે પહોંચી જતી હોય છે. આથી એક, બે નહી પરંતુ આ તમામ એપ્સ પાસે તમારી ડિટેલ્સ હોય છે.

તમારો પાસવર્ડ અથવા તમારી ડિટેઇલ્સ રિમૂવ કરવા માટે એપ્લાય કરો આ સેટિંગ:

સૌથી પહેલા Settingમાં જાઓ. અહીંયા Google નો ઑપ્શન હશે, તેને ઑપન કરો. ઘણા ફોનમાં Google Settingsનો ઑપ્શન બહાર હોય છે.

Google Settingsની અંદર સૌથી નીચે Smart Lock For Passwordનો ઑપ્શન હોય છે, તેને ઑપન કરો.

હવે નીચેની તરફ Never Saveનો ઑપ્શન હશે,. તેની બરાબર નીચે Add App Not to be Saved લખેલું હોય છે. તેની સાથે + નું નિશાન હશે.

તમારા ફોન પર એકથી વધુ Gmail લોગઇન હોય તો સૌથી પહેલા તે IDને સિલેક્ટ કરો જેના દ્વારા તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લોગ ઇન કરેલું છે.

Gmail સિલેક્ટ કર્યા પછી + ના નિશના પર ક્લિક કરો. આમ કરવાથી ફોનમાં ઇન્સ્ટૉલ Appsનું લિસ્ટ ઑપન થઇ જશે.

હવે તમે કોઇ એપ સિલેક્ટ કરશો તો તેના પર સેવ પાસવર્ડ કે ગૂગલ સંબંધિત અન્ય ડિટેઇલનો સેવ ડેટા ડિલીટ થઇ જશે, તથા એકાઉન્ટ સિક્યોર થઇ જશે.

You might also like