આજે નહીં કરો આ કામ તો પાનકાર્ડ થઇ જશે નકામું, 5 હજારનો થશે દંડ

જો આપે પોતાનાં પાનકાર્ડને 30 જૂન સુધીમાં આધાર સાથે લિંક નહીં કરાવો તો આપનું પાનકાર્ડ માત્ર નામનું જ રહી જશે. આ સાથે જ આપને 5 હજાર રૂપિયાનો દંડ પણ થશે. આ સાથે જ 31 જુલાઇ સુધી આયકર રિટર્ન ભરવામાં પણ આપે વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આયકર વિભાગે હવે આની સમયમર્યાદાને પણ આગળ વધારવાની ના કહી દીધી છે.

પીએમએલએ કાયદા હેઠળ આધાર લિંક કરાવવું જરૂરીઃ
કેન્દ્ર સરકારે મની લોન્ડ્રિંગ (પીએમએલએ) કાયદા અંતર્ગત બેંક એકાઉન્ટ, પાનકાર્ડને આધાર સાથે લિંક કરાવવા માટે હવે 30 જૂન સુધીની સમયમર્યાદા કરી દીધી છે. જો કેન્દ્ર સરકાર આધારને બેંક કે અન્ય એકાઉન્ટ્સ સાથે લિંક કરાવવાને આગળ વધારે છે તો આનાંથી કરોડો લોકોને રાહત મળશે કે જેનાં આધાર કાર્ડ બન્યાં જ નથી.

આ લોકોને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આપી છૂટછાટઃ
જો કે અનેક લોકોને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આધારને પાનકાર્ડ સાથે લિંક કરાવવામાં છૂટછાટ આપી રાખેલ છે. આ લોકોમાં એનઆરઆઇ, ભારત આવેલા મહેમાન, 80 વર્ષથી વધારે ઉંમરનાં લોકો આમાં શામેલ છે. આ સિવાય આસામ, મેઘાલય અને જમ્મુ-કશ્મીર રાજ્યનાં નિવાસીઓને પણ આધાર-પાન લિંક કરાવવાની કોઇ પણ પ્રકારે જરૂરિયાત નથી. જો કે આ છૂટછાટ ત્યારે જ મળશે કે જેઓનું આધાર કાર્ડ બન્યું નહીં હોય.

પાન કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે આપે ક્યાંય જવાની જરૂર નથી. આ કામ માત્ર આપ ઘરે બેઠા જોઇને પણ કરી શકો છો. આનાં માટે આપે માત્ર https://incometaxindiaefiling.gov.in/e-Filing/Services/LinkAadhaarPrelogin.html લિંક પર જવાનું રહેશે.

આનાં પર ક્લિક કર્યા બાદ આપની સામે એક નવું પેજ ખુલશે. અહીં આપને જરૂરી બધી જ માહિતી દાખલ કરવાની રહેશે. આમાં આપે આપનો પાન અને આધાર નંબર નાખવાનો રહેશે. કૈપ્ચા દાખલ કર્યા બાદ આપનાં મોબાઇલ નંબર પર એક OTP નંબર આવશે. જેવો આપ OTP દાખલ કરશો કે તુરંત જ આપનું પાનકાર્ડ આધાર નંબર સાથે લિંક થઇ જશે.

You might also like