ઈરફાન ખાને ફેન્સને કહ્યુંઃ તમારી દુઆઓથી મને ઠીક થવામાં મદદ મળી

(એજન્સી) મુંબઈ: ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમર સામે લડી રહેલા ઈરફાન ખાને લાંબા સમય બાદ ટ્વિટર પર કમબેક કર્યું છે. ગયા વર્ષે તેને સોશિયલ મીડિયા પર પોતાની બીમારીનો ખુલાસો કર્યો હતો. ઈરફાને લખ્યું છે કે ઘણીવાર જીતવાની દોડમાં આપણે ભૂલી જઈએ છીએ કે પ્રેમ મેળવવો કેટલું મહત્ત્વનું છે.

હવે હું જિંદગીના એ પડાવ પર મારા પગના નિશાન છોડું છું અને તમારા બધાના પ્રેમ અને સહયોગ માટે ધન્યવાદ કહેવા ઈચ્છું છું. તમારી દુઆઓના કારણે મને ઠીક થવામાં મદદ મળી છે. હવે હું તમારી પાસે પાછો આવી ગયો છું. બધાનો દિલથી આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું.

ઈરફાન ખાતે જ્યારે લંડનથી સારવાર કરાવીને મુંબઈ આવ્યો ત્યારે ત્યારથી મીડિયા અને ફેન્સથી દૂર રહ્યો છે. સૌથી પહેલા તેને મુંબઈ એરપોર્ટ પર સ્કોટ કરાયો હતો. તે સમયે ઈરફાનના ચહેરાને માસ્કથી ઢાંકી દેવાયો હતો, પરંતુ બાદમાં માસ્ક હટાવી દેવાયો હતો. ત્યાર બાદ નિર્માતા દિનેશ વિઝનની ઓફિસની બહાર સ્પોટ કરાયો ત્યારે પણ તેણે રૂમાલથી ચહેરો ઢાંક્યો હતો.

૫૨ વર્ષના ઈરફાન ખાને ગયા વર્ષે માર્ચ મહિનામાં ટ્વિટ કરીને કહ્યું હતું કે મને ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમર છે. જિંદગી પર એ વાતનો આક્ષેપ ન લગાવી શકા કે તેણે આપણને તે ન આપ્યું જેની આપણને આશા હતી. થોડા દિવસ પહેલા હું શીખ્યો કે અચાનક સામે આવતી વસ્તુઓ આપણને જિંદગીમાં આગળ વધારે છે. મને ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમર હોવાની જાણ થઈ. તેને સ્વીકારવું સરળ નથી, પરંતુ આસપાસ રહેલા લોકોના પ્રેમ અને મારી ઈચ્છા શક્તિએ મને નવી આશા આપી છે.

You might also like