હવે વોટ્સએપ પર તમે તમારા મિત્રોનું લોકેશન જાણી શકશો

નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ એક ફિચર પર કામ કરી રહ્યું છે જેનાથી યુઝર્સ પોતાના મિત્રોનાં લોકેશન પણ જાણી શકશે અને આ સુવિધા રિયલ ટાઇમ હશે. વોટ્સએપ અંગે માહિતી લીક કરવા માટે જાણીતી ડબ્લ્યુએબીટાઇંફોના ટ્વિટર એકાઉન્ટ અનુસાર આ ફિચર એન્ડ્રોઇડના વિટા વર્ઝન ર.૧૭.૩.ર૮ પર અને આઇઓએસના ર.૧૬.૩૯૯.પ્લસ પર ઉપલબ્ધ છે. જોકે તે બાય ડિફોલ્ટ કાર્યાન્વિત નથી.

ફોનએરેના ડોટકોમના રિપોર્ટ અનુસાર લોકેશનની જાણકારી એક મિનિટ, બે મિનિટ, પાંચ મિનિટ કે અચોકકસ મુદત માટે મળી શકે છે. ખાસ કરીને જયારે તમે તમારા મિત્રોને ચોકકસ સ્થળે મળવા માગતા હશો ત્યારે આ સેેવા ખૂબ જ ઉપયોગી થશે અને તમને ખબર પડી શકશે કે તમારા કયા મિત્ર કયાં છે અને કયાં પહોંચ્યા છે. આ અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે આ જાણકારીને નિષ્ક્રિય કે સ્વિચ ઓફ કરવાની પણ સુવિધા છે કે જેથી તમારા મિત્રો તમારું લોકેશન ટ્રેક કરી શકે નહીં.
http://sambhaavnews.com/

You might also like