તમારો ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ હેક તો નથી થયો ને?

728_90

અમદાવાદ: ર૦૧૯ની શરૂઆતની સાથે જ સાયબર સિક્યોરિટી બ્રિચની એક મોટી ઘટના સામે આવી છે. સાયબર સિકયોરિટી રિસર્ચરના જણાવ્યા મુજબ બે બિલિયન ઇ-મેઇલ આઇડી અને પાસવર્ડ ઇન્ટરનેટ પર જાહેર થઇ ચૂકયા છે. ઓસ્ટ્રેલિયાના સાયબર સિકયોરિટી રિસર્ચર ટ્રોય હન્ટે દાવો કર્યો છે કે આ ઇ-મેઇલ આઇડી અને પાસવર્ડ ૧ર,૦૦૦ અલગ અલગ ફાઇલ્સમાં સ્ટોર કરાયા છે. આ ફાઇલની સાઇઝ ૮૭ જીબીથી વધુ છે.

ટ્રોય હન્ટ એ જ સાયબર સિકયોરિટી રિસર્ચર છે, જેણે આધારની ટીકાઓ કરી હતી અને તેની બેઝિક ખામીઓ અંગે જણાવ્યું હતું. ટ્રોય હન્ટ દ્વારા ઇ-મેઇલ આઇડી અને પાસવર્ડને ફાઇલ શેરિંગ વેબસાઇટ MEGA પર અપલોડ કરાયા હતા. તેમણે પોતાના બ્લોક પોસ્ટમાં કહ્યું કે હાલમાં આ વેબસાઇટ પર આ ફાઇલ ઉપલબ્ધ નથી, પરંતુ તે હજુ પણ હેકર્સ પાસે વેબ ફોરમ તરીકે ઉપલબ્ધ છે. ટ્રોય હન્ટના જણાવ્યા મુજબ તેમણે મેળવેલા નવા ડેટા પર કામ કર્યું છે.

હન્ટનું કહેવું છે કે લિંકડ ડેટા ડમ્પમાં બે બિલિયનથી વધુ ઇ-મેઇલ આઇડી છે. તેને આવતા વર્ષે અલગ અલગ સોર્સ સાથે કલેક્ટ કરાયા હતા. આ ડેટામાં ડુપ્લિકેટ એન્ટ્રી પણ હતી, જેને સાફ કરવાની કોશિશ કરાઇ હતી. તેમણે એમ પણ કહ્યું કે ડેટા ડમ્પમાં ટોટલ ૭૭ર, ૯૦૪, ૯૯૧ યુનિક ઇ-મેઇલ એડ્રેસ હતાં. આ ડેટા હવે એચઆઇબીપી પર લોડ કરી દેવાયા છે. સોર્સ ડેટા અલગ અલગ ફોર્મેટ અને લેવલમાં હતા.

આ નંબર એચઆઇબીપી પર અપલોડ કરનારા સૌથી મોટા સિંગલ ડેટા બ્રિચ છે. હવે ડેટા એચઆઇબીપી પર અપલોડ કરી દેવાયા છે, જેની સાથે કોઇ પણ પોતાનું ઇ-મેઇલ આઇડી ચેક કરી શકે છે. જો તમને શંકા હોય તો https://haveibeenpwned.com પર જઇને પોતાનંું આઇડી ચેક કરી શકો છો. આ લિંક પર ક્લિક કરીને ઇ-મેઇલ આઇડી એન્ટર કરવાનો છે. જો ત્યાં Oh no-pwned! લખેલું આવે તો સમજી લો કે તમારું ઇ-મેઇલ આઇડી બ્રિચ થયું છે. તેની નીચે જોશો તો લખેલું દેખાશે કે કયારે અને કયો ડેટા બ્રિચમાં તમારો ઇ-મેઇલ આઇડી અને પાસવર્ડ જાહેર થયા છે.

You might also like
728_90