હવે તમારા જિન્સ મુજબ તમારો ડાયટ અલગ બનશે

વજન ઘટાડવા કે હેલ્ધી રહેવા માટે લોકો જાતજાતના નુસકા અજમાવે છે. કેટલાક લોકો બોડી ટાઈપ પરથી તો કેટલાક બ્લડગ્રૂપ પરથી કેવો ડાયટ લેવો તે અંગે કહેતા રહે છે. જો કે ૨૦૨૦ સુધીમાં તમારા ડીએનએ પરથી વ્યક્તિગત ધોરણે તમારે કેવા ડાયટની જરૂર છે તે પ્લાન નક્કી થશે. અા માટે તમારે માત્ર તમારી લાળનું સેમ્પલ અાપવાનું રહેશે. તેમાંથી તમારા જિનેટિકલ સિક્વન્સનો સ્ટડી થશે. કમ્પ્યૂટરમાં તૈયાર થયેલી સિસ્ટમ મુજબ તમારું ડાયટ પ્લાન નક્કી થશે. કેટલાક લોકોને કસરત કરવા છતાં પણ ફાયદો થતો નથી. તેવા લોકો માટે અા ડાયટ ફાયદાકારક રહેશે.

You might also like