બ્લડ ગ્રુપ અનુસાર ડાયેટ લો..થશે અનેક ફાયદા

ખાવાનું જેટલું પૌષ્ટિક હોવું જરૂરી છે તેટલું જ જરૂરી છે પોતાના ડાયેટને અનુસાર તેનું સંતુલન. શું તમને ખબર બ્લડ ગ્રુપને અનુસાર ખાવા પીવાનું ધ્યાન રાખવું જરૂરી છે?

દરેક બ્લડ ગ્રુપનો પોતાનો એક અલગ સ્વભાવ અને પ્રકૃતિ હોય છે. એટલા માટે આપણું ભોજન આપણા બ્લડગ્રુપ સાથે પણ જોડાયેલું છે. બ્લડ ગ્રુપ ચાર પ્રકારના હોય છે. એ, બી, એબી અને ઓ. આ અંગે તમે ડોક્ટરને મળીને વધારે માહિતી મેળવી શકો છો. તો આવો જાણીએ કે કયા બ્લડ ગ્રુપને અનુસાર શું ખાવું જોઇએ અને શું નહીં?..

ઓ બ્લડ ગ્રુપ માટે પ્રોટીન સૌથી બેસ્ટ છે
ઓ બ્લડ ગ્રુપના લોકોને હાઈ પ્રોટીનયુક્ત આહાર લેવો જોઇએ. દાળ, મીટ, માછલી અને ફળ વગેરેને પોતાની ડાયેટમાં સામેલ કરવી જોઇએ. પોતાના ભોજનમાં અનાજની સાથે બીન્સ અને ફળની માત્રાને પણ સંતુલિત રાખવી.

એ બ્લડ ગ્રુપ હોય તો શાકાહારી ભોજન લો
એ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોની ઇમ્યુન સિસ્ટમ ખુબ જ સંવેદનશીલ હોય છે. તેથી તે લોકોએ જમવા પર ખુબ જ ધ્યાન આપવું જોઇએ. આ ગ્રુપના લોકોએ મીટ ઓછું ખાવું જોઇએ કારણ કે તેને પચવામાં ખુબ જ વાર લાગે છે. તેથી જો તમે એ બ્લડ ગ્રુપ ધરાવો છો તો ચીકન મટનનું સેવન ઓછું કરો. તેના સ્થાને ગાજર, લીલા પાંદવાળી શાકભાજી, નાશપતી, લસણ, અનાજ, બીન્સ અને ફળોનું સેવન વધારે કરવું જોઇએ. દૂધ તેમજ તેમાંથી બનેલી વસ્તુઓ અને સફેદ ચોખા અને ઇંડાના સેવનમાં પણ સતર્કતા રાખવી. તેની જગ્યાએ દહીં કે સોયા મિલ્ક લઇ શકો છો.

બી બ્લડ ગ્રુપ ધરાવતા લોકો નસીબદાર હોય છે
જો તમારું બ્લડ ગ્રુપ બી છે તો તમે ખુબ જ નસીબદાર છો. કારણ કે આ બ્લડગ્રુપ ધરાવતા લોકોને કોઇ વધારે મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડતો. તમે લીલા પાંદડાવાળા શાકભાજી, ફળ, મટન, ફિશ, ચિકન, દૂધ તેમજ તેમાંથી બનેલી વસ્તુઓ વગેરેનું સેવન કરી શકો છો. બી બ્લડગ્રુપ ધરાવતા લોકોનું પાચનતંત્ર ખુબ જ સારું હોય છે. તેમના શરીરમાં ફેટ જમા નથી થતી. પરંતુ હા એક વાતનું ધ્યાન રાખવું કે તમારી ખાવા પીવાની આદતો સંતુલિત હોય.

એબી બ્લડગ્રુપ હોય તો ડાયેટ સંતુલિત રાખો
એબી બ્લડગ્રુપ ધરાવતા લોકો ખુબ જ ઓછા જોવા મળે છે. જે વસ્તુઓથી એ અને બી બ્લડગ્રુપના લોકોને સતર્કતા રાખવાનું જણાવાયું હોય તેનાથી એબી બ્લડગ્રુપ ધરાવતા લોકોએ પણ સતર્કતા રાખવી. આ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને ઇંડા ફાયદાકારક છે. પરંતુ નોન વેજ ઓછું ખાવું જોઇએ. જોકે દૂધ અને તેની બનાવટોથી તેમને કોઇ ખાસ નુકસાન થતું નથી.

You might also like