તમારું બાળક ટીચર-ટીચર કે ઘર-ઘર રમે છે? તો તે ક્રિયેટિવ બનશે

બાળક કેવી રમતો પસંદ કરે છે એ તેની માનસિક ક્ષમતાઓ કેવી વિક્સશે એનું દર્પણ હોય છે. નાનાં બાળકોને રમતી વખતે પઝલ સોલ્વ કરવાની ગેમ ગમે છે કે ઢિશૂમ ઢિશૂમ ફાઈટ કરવી ગમે છે કે પછી તેઓ કોઈ કલ્પનાના વિશ્વમાં જઈને કોઈ મોટી વ્યક્તિનું પાત્ર ભજવવાનું પસંદ કરે છે?

રિસર્ચરોનું કહેવું છે કે જે બાળકો રમતા તેમના ફેન્ટસીવર્લ્ડને અનુસરે છે તેઓ વધુ ક્રીએટિવ હોઈ શકે છે. ઘર-ઘર રમતાં, પોતે જો ટીચર હોય તો કેવી રીતે સ્ટુડન્ટ્સને ભણાવે એનો રોલ પ્લે કરતાં, સિંહ સાથે લડાઈ કરીને એને હરાવી દેવાનું સાહસ કરવાની કલ્પના કરતાં કે પછી ડોક્ટર, પાઈલટ, સેલ્સમેન બનીને તેમના જેવા કિરદાર ભજવવાની રમતો રમતાં બાળકોમાં ક્રીએટિવિટીનો ખજાનો ભર્યો પડ્યો હોય છે.

You might also like