તમારું બાળક જન્ક-ફૂડ ખાતું હોય તો માત્ર મમ્મી નહીં, પપ્પાની અાવક પણ જવાબદાર

નવી જનરેશનનાં બાળકોને જન્ક-ફૂડ અાપો તો બે હાથે ખાશે, પણ હેલ્ધી ખાવાનું ખાસ ભાવતું નથી. અા માટે મોટા ભાગે મમ્મી જવાબદાર મનાતી હોય છે. મમ્મી જો પહેલેથી જ બાળકને હેલ્ધી અને ટેસ્ટી ખાવાનું અાપતી હોય તો બાળકો જન્ક-ફૂડ તરફ વળે જ નહીં એવું મનાય છે, પરંતુ હૈદરાબાદની ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસના પ્રોફેસરોનું કહેવું છે કે અા માટે માત્ર મમ્મી જ નહીં, પપ્પા પણ જવાબદાર છે. જન્ક-ફૂડનો ટ્રેન્ડ તપાસીને સંશોધકોએ તારવ્યું છે કે મમ્મી ભણેલી-ગણેલી હોય તો બાળકમાં જન્ક-ફૂડનું ક્રેવિંગ ઓછું હોય છે. જોકે પપ્પા ભણેલા અને વધુ કમાતા હોય તો એની સાઈડ ઈફેક્ટ થાય છે.
http://sambhaavnews.com/

You might also like