બાળક દુઃખી છે કે હેપી એ તેની ઢીંગલી કહી આપશે

જ્યારે પેરન્ટ્સ બાળકોને એકલાં ઘરમાં મૂકીને બહાર જાય છે ત્યારે તેમનું મન ઉચાટમાં રહે છે અને તેમનું સંતાન મજામાં તો હશે ને એની ચિંતા તેમને સતત રહ્યા કરે છે, જોકે રિસર્ચરોએ આ ચિંતામાં રાહત આપે એવી ઢીંગલી તૈયાર કરી છે. આ ઢીંગલી છૂપા કેમેરા જેવું અને માઇન્ડ રીડિંગનું કામ કરે એવી છે. સ્પેનની એક યુનિવર્સિટીના નિષ્ણાતોએ બહારથી ઢીંગલી જેવું દેખાતું રમકડું બનાવ્યું છે, એમાં એક કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે, જે બાળકના ચહેરાની તસવીર ખેંચે છે, એમાં ખાસ એક ચિપ પણ બેસાડેલી છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવે છે. આ ચિપ બાળકના ચહેરાની વિવિધ તસવીરો પરથી આઠ અલગ અલગ પ્રકારનાં ઇમોશન્સ પારખે છે.
http://sambhaavnews.com/

You might also like