નવી ટેક‌્‌નિકથી હવે સ્ક્રેચ ફ્રી રહેશે તમારાં કાર અને બાઈક

નવી દિલ્હી: વાહન એકબીજા સાથે ઘસડાઇને જાય અથવા તો વાહન પર કોઇ પણ વસ્તુ ઘસડાય તો તેના પર સ્ક્રેચ પડી જતા હોય છે. ખાસ કરીને વાહન નવું હોય ત્યારે સ્ક્રેચ ના પડે તેની આપણને ચિંતા રહેતી હોય છે. હરકોર્ટ બટલર ટેકનિકલ યુનિવ‌િર્સટીની પ્લાસ્ટિક ટેકનોલોજી પ્રયોગશાળામાં તૈયાર કરાયેલા ડેન્ટ અને સ્ક્રેચ ફ્રી નેનો મટીરિયલથી વાહનોનો કલર સુરક્ષિત રખાશે.

આ પેઇન્ટની સાથે ઇપોક્સી નેનો કંપોઝિટ કોટિંગથી ક્ષમતા ૪૦૦ ગણી વધી જશે. તેનાથી ગાડી પર સ્ક્રેચ નહીં આવે અને વાહનનો કલર પણ નવો હોય તેવો જ રહી શકશે. આ સંશોધન અમેરિકન રિસર્ચ જનરલ બિલ સ્ક્રીવેનરે પ્રકાશિત કર્યું છે.

આ કંપોઝિટ કોટિંગને નેનો ફિલર અને ઇપોક્સી પોલિમરમાં મિક્સ કરીને બનાવાયું છે. તેનાથી નેનો કણ ઇપોક્સી પોલિમર ચેનમાં પ્રવેશી જાય છે. તેનાથી સ્ક્રેચ પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે. આ કારણે ગાડીઓમાં સ્ક્રેચ પડતા નથી. હાલમાં વાહનોનો કલર કરવા માટે ઇપોક્સી બેઇઝ્ડ પેઇન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ કલર વાહનના પડ પર ચીપકી તો જાય છે, પરંતુ ઘસરકો પડતા ઊખડી પણ જાય છે. ઇપોક્સી નેનો કંપો‌િઝટ તેનાથી બચાવે છે. આ શોધને પેટન્ટ કરાવવાની તૈયારી છે.

ઇપોક્સી નેનો કંપોઝિટમાં એક ગુણ એ પણ છે કે તે સૂર્યનાં કિરણો અને ઊર્જાને અવશોષિત કરે છે. તેનાથી વાહનોની ચમક ઘણાં વર્ષ સુધી જળવાયેલી રહે છે. તેની સાથે તડકામાં વાહન ઊભું રહેશે તો પણ કારની અંદર વધુ ગરમી નહીં હોય.

You might also like