જન્મસમય નક્કી કરે છે તમારી પર્સનાલિટી, જાણો તમારો સમય અને તમારી પર્સનાલિટી

જ્યોતિષમાં બાળક કયા સમયે જન્મે છે, તેનું ઘણું મહત્વ છે. બાળક જે સમયે જન્મે છે અને તે સમયે કેવા ગ્રહો હોય છે તેનો આધાર તેના ભવિષ્ય પર પણ હોય છે. કયા સમયે જન્મેલ વ્યક્તિ કેવો હોય છે, તે પણ જન્મસમય પરથી જાણી શકાય છે.

રાત્રે 12 થી 2
આ સમયમાં પેદા થનાર લોકોના જીવનમાં પરિવારનું ખૂબ મહત્વ હોય છે. આ લોકો ભવિષ્ય વિશે વધુ વિચારે છે. અજાણ્યા લોકો સાથે આ લોકો ઝડપથી ભળી શકતા નથી. તેઓ વધુ બોલવું પસંદ કરતા નથી.

રાત્રે 2.01 થી સવારે 4
આ લોકો ખૂબ સારા વક્તા હોય છે અને સામાજિક પ્રાણી હોય છે. તેમને જીવનમાં રોમાંચ પસંદ હોય છે. તેઓ દરેક કામ ઉત્સાહથી કરે છે. આવા લોકો ઘરની બહાર સમય પસાર કરવો વધુ પસંદ કરતા હોય છે. વૉકિંગ, જૉગિંગ, સ્વીમિંગ અને યોગામાં તેઓ ખાસ રૂચિ ધરાવે છે, તેથી તેમનું સ્વાસ્થય પણ સારું રહે છે.

સવારે 4.01 થી 6
આ જન્મસમય ધરાવતા લોકોના ઈરાદા બુલંદ હોય છે. તેઓ એકવાર કોઈ નિર્ણય લઈ લે તો ફરતા નથી. બીજાની વાતનું સન્માન કરે છે, પરંતુ આખરે તો પોતાને જ સાચા માને છે. રોમેન્ટિક હોય છે અને પ્રેમના મામલે ઑલ્ડ ફેશન હોય છે.

સવારે 6.01 થી 8
આ સમયે જન્મેલા લોકો જન્મજાત નેતા જેવા ગુણો ધરાવે છે. તેમનામાં નેતૃત્વશક્તિ હોય છે. તેઓ દરેક કામ પરફેક્ટ રીતે કરવાનું પસંદ કરતા હોય છે અને વસ્તુ જંપીને મેળવે છે. જો કે તેમનાથી ઈર્ષ્યા કરનારા લોકો વધુ હોય છે.

સવારે 8.01 થી 10
આવા લોકો પોતાના પર ખૂબ ગર્વ કરે છે. પોતાના જ્ઞાન આગળ બીજાને કંઈ સમજતા નથી. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તેઓ કોઈપણ હદે જઈ શકે છે. આ લોકો મોટા કામ કરવા મથતા જ રહે છે અને ઉંચા સપના જોવે છે.

સવારે 10.01 થી બપોરના 12
આવા લોકો ખુશમિજાજ અને ક્રિએટીવ હોય છે. તેમના પ્રત્યે લોકો આકર્ષાય છે. તેઓ ખૂબ પ્રસિદ્ધિ મેળવે છે, તેથી તેમના દુશ્મન પણ વધારે હોય છે.

બપોરના 12.01 થી 2
આવા લોકો જવાબદાર હોય છે અને જીવનમાં લાંબા લક્ષ્યો લઈને જીવે છે. પ્રોફેશન તરફ આ લોકો વધુ ધ્યાન આપે છે, તેથી તેમની પ્રાઈવેટ લાઈફમાં પ્રોબલેમ ઉભા થાય છે.

બપોર 2.01 થી સાંજે 4
આવા લોકો બીજા પ્રત્યે દયા રાખે છે. તેમની દિનચર્યા નક્કી જ હોય છે અને તે પ્રમાણે જ રોજ કામ કરે છે. જેના કારણે તેમની છાપ બોરિંગ પર્સનની ઉભી થાય છે.

સાંજે 4.01 થી 6
આવા લોકો આશાવાદી હોય છે. આવા લોકો જીવનમાં હકીકત પ્રમાણે જીવવાનું પસંદ કરતા હોય છે. કોઈપણ વ્યક્તિને જાણ્યા પછી જ તેઓ પોતાના મનની વાત અન્યને કરે છે.

સાંજે 6.01 થી રાત્રે 8
આવા લોકો સહાનુભૂતિ રાખે છે. તેઓ બીજાની લાગણી સારી રીતે સમજે છે. તેઓ પોતાની ઈચ્છા પહેલા બીજાની ઈચ્છાનું માન રાખે છે. આ જ તેમની ખૂબી બને છે.

રાત્રે 8.01 થી 10
આવા લોકો જવાબદારીપૂર્વક વર્તન કરતા હોય છે. તેઓ સોંપાયેલા કામને પરફેક્ટ રીતે કરે છે. કોઈ યોજના બનાવીને કોઈપણ કામ કઈ રીતે પૂરું કરી શકાય તેઓ આ સારી જાણે છે.

રાત્રે 10.01 થી 11.59
આવા લોકો મહાત્વાકાંક્ષી હોય છે અને ભવિષ્યની યોજના બનાવીને જ ચાલે છે. તેઓ ગમે તેવા મુશ્કેલ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમામ પ્રયત્નો કરતા હોય છે. તેમનામાં ક્રિએટિવિટી પણ જોરદાર હોય છે.

You might also like