લિયો વરદકર ભારતીય મુળનાં સૌથી યુવા આઇરિશ વડાપ્રધાન બન્યા

નવી દિલ્હી : લીયો વરદકર તરીકે આયર્લેન્ડને નવા વડાપ્રધાન મળ્યા. જો કે તેમાં મહત્વનું છે કે 38 વર્ષીય લિયો વિશ્વનાં સૌથી યુવા વડાપ્રધાન હોવાની સાથે સાથે તેઓ મુળભારતનાં પણ છે. મુળ મહારાષ્ટ્રનાં વરદકર પરિવારમાં જન્મ થયો હતો. તેઓ મે મહિનામાં પદ છોડનાર એન્ડા કેનીની જગ્યાએ વડાપ્રધાન પદ સંભાળશે. વરદકર હાલમાં આઇરીશ ગવર્નમેન્ટમાં સામાજીક સંરક્ષણ અને સશક્તિકરણ વિભાગ સંભાળે છે.

જો કે લીયોને ગૃહમંત્રી સિમોન કોવેની તરફતી કટ્ટર પ્રતિસ્પર્ધા થઇ હતી. જો કે અંતે લિયોનું પલડુ ભારે રહ્યું હતું. જો કે લિયોની જીત માટે તેમની મલ્ટી ટેલેન્ટેડ પ્રતિભા સંપન્ન કાર્યશૈલી પણ જવાબદાર છે. 38 વર્ષ વડાપ્રધાન બનવાનાં કારણે તે વિશ્વનાં સૌથી યુવા વડાપ્રધાન બન્યા છે. વરદકરની રાજકીયા યાત્રા તો 2003માં ચાલુ થઇ હતી. જ્યારે તેની ઉંમર 22 વર્ષની હતી.

જો કે તે પહેલા તેઓ ડબ્લીનની કોલેજમાંથી મેડિકલનો અભ્યાસ પણ કરી ચુક્યા છે. તેઓ 2011માં ટ્રાન્સપોર્ટ અને ટુરિઝમ અને રમત ગમત મંત્રી બન્યા હતા. જો કે મહત્વની વાત છે કે જ્યારે તેઓ મંત્રી બન્યા ત્યારે એન્ડાકેનીની સરકાર હતી. હવે તેઓ એન્ડાકેનીનાં બદલે જ વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે. 2011 બાદ સરકારે તેમને વધારે મહત્વની જવાબદારી સોંપતા 2014માં હેલ્થ મિનિસ્ટર બનાવ્યા હતા.

લિયોનો જન્મ ડબ્લીનમાં થયો હતો. જો કે તેમનાં પિતા અશોક વરદકર મુળ મહારાષ્ટ્રનાં મુંબઇનાં ડોક્ટર હતા, જ્યારે તેમનાં મધર મરિયમ આયરલેન્ડમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા. જો કે વરદર 1960માં જ ઇંગ્લેન્ડ ગયા હતા. જ્યાં તેમની મેડિકલ પ્રેક્ટિસ દરમિયાન મરિયમ સાથે મુલાકાત થઇ હતી.

You might also like