ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે યુવાનનો આત્મવિલોપનનો પ્રયાસ

જૂનાગઢ : ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગણી સાથે જૂનાગઢમાં એક યુવક દ્વારા કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જો કે તે કેરોસીન પોતાનાં શરીર પર છાંટીને કાંઇ કરે તે પહેલા જ પોલીસે તેને પકડી લીધો હતો. યુવકે 19 માર્ચે કલેક્ટરને આવેદન આપીને 72 કલાકમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે જણાવ્યું હતું. જો તેવું નહી થાય તો તેણે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે 8 યુવાનોએ ઝેરી દવા પીધી હતી.

આ ઘટનાં બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. જો કે આ 8 ગૌભક્તોએ દવા પીધા બાદ એક ગૌભક્તનું મોત પણ નિપજ્યું હતું. હાલ સૌરાષ્ટ્રમાં આ મુદ્દે ભારે તંગદિલી વ્યાપી છે. જૂનાગઢનાં ભવનાથમાં રહેતા અને યુવા ગૌરક્ષક મંડળ ભવનાથનાં પ્રમુષ આશિષ વાળાએ 19 માર્ચનાં રોજ કલેક્ટરને આવેદન આપ્યું હતું. એવી રજુઆત કરી હતી કે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે. 72 કલાકમાં નિવેડો નહી આવે તો હું આત્મવિલોપન કરીશ. જો કે 72 કલાકમાં નિવેડો નહી આવતા આશીષ બપોરે 12 વાગ્યે કલેક્ટર કચેરીએ આવ્યો હતો.

પાછળનાં ગેઇટેથી કચેરીમાં પ્રવેશ કર્યો હતો. હાથમાં કેરોસીનની બોટલ લઇને ગેઇટમાં પ્રવેશ્યો હતો જો કે પહેલાથી જ હાજર પોલીસ જવાનોએ તેને પકડી લીધો હતો. તેનાં હાથમાંથી કેરોસીનની બોટલ પણ છીનવી લીધી હતી. ઉપરાંત તેનાં ખીચ્ચામાંથી ખિસ્સામાંથી બોક્સ, મોબાઇલ અને પેન સહિતની વસ્તુઓ મળી આવી હતી. હાલ તો પોલીસે તેને ઝડપી લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like