જુહાપુરામાં યુવકની તીક્ષ્ણ હથિયારથી હત્યા

અમદાવાદ: શહેરમાં હત્યાનો સિલસિલો રોકાવવાનું નામ નથી દઇ રહ્યો. છેલ્લા 10 દિવસમાં શહેરમાં ત્રણ હત્યાના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે ત્યારે જુહાપુરા વિસ્તારમાં આવેલી ભાઠા સ્કૂલ પાસે આજે વહેલી સવારે વધુ એક હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. યુવકની હત્યા થઇ હોવાનો ફોન શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં થતાં પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જોકે યુવકની હત્યા શહેર પોલીસની હદમાં નહીં પરંતુ અમદાવાદ જિલ્લાની હદમાં થઇ હોવાથી અસલાલી પોલીસનેે હત્યા અંગે જાણ કરાઇ હતી. પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)નું કામ કરતા યુવકની તેના જ પડોશીએ હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલી ભાઠા સ્કૂલ પાસે આજે વહેલી સવારે પીઓપીનું કામ કરતા ઈસ્માઈલ શેખ નામના યુવકની તિક્ષ્ણ હથિયારના ધા ઝીંકીને હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મરનાર યુવક પીઓપીનું કામકાજ કરે છે તેની સાથે રહેતા પડોશીએ અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયારના ધા ઝીંકીને તેની હત્યા કરી તે પછી તેઓ ફરાર થઇ ગયા છે. હાલ પડોશી યુવક વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે ત્યારે યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી છે.

You might also like