કોન્ડોમનો ઉપયોગ આજકાલ સામાન્ય થઇ ગયો છે. પરંતુ તેના સાઇડ ઇફેક્ટથી મોટાભાગના લોકો અજાણ છે. તો જાણીલો તેના સાઇડ ઇફેક્ટ
દુખાવો અને એલર્જીઃ એવું જાણવા મળ્યું છે કે સતત એટલે કે સપ્તાહમાં બેથી વધારે વખત કોન્ડમ વાપરવાથી યોનીનું આંતરિક અસ્તરમાં સંલેદનશીલા ઓછી થઇ જાય છે. જેના કારણે સ્ત્રીની યોનીમાં ઉત્પન્ન થતા પ્રાકૃતિક લુબ્રિકેન્ટ (ચીકણું દ્રવ્ય) દ્રવ્યનો સ્ત્રાવ ઘટવા લાગે છે અથવા તો સંપૂર્ણ પણે બંધ થઇ જાય છે. જેને કારણે યોની સૂકી પડી જાય છે. કોન્ડોમના વધારે પડતા ઉપયોગથી યોનીમાં દુખાવો થાય છે. આવી પરિસ્થિતિમાં જો સ્ત્રી વગર કોન્ડોમે સંબંધ બાંધે તો યોનીમાં દુખાવો, બળતરા, એલર્જી અને ખંચવાળની સમસ્યા સર્જાય છે.
યોનીમાં ઇજા કે કાપો પડવોઃ કોન્ડોમનો વધારે પડતો ઉપયોગ યોનીમાં ઇજા, કાપો કે છોલાઇ જવા સાથે અસહ્ય ઇજાઓ પણ થાય છે. જેને કારણે યોનીના ભાગમાં સોજો આવી જાય છે. આવી પરિસ્થિતિમાં સેક્સ કરવામાં આવે તો આંતરિક ભાગ વધારે ઇજાગ્રસ્ત થઇ જાય છે.
લેટેક્સથી બનેલા કોન્ડોમઃ લેટેક્સથી બનેલા કોન્ડોમ તમને ગર્ભધારણ કરવામાં અને યોની સંચારિત રોગોથી બચાવે છે. પરંતુ આ એલર્જીનું સામાન્ય કારણ છે, જે સેક્સ દરમ્યાન સ્ત્રીની પ્રતિક્રિયાને ઘટાડી દે છે. તેના નિયમિત પ્રયોગથી યોનિ સૂકાઇ જાય છે અને ખંડવાળ આવે છે.
યોનીની રક્ષા પ્રણાલીને નુકશાનઃ પ્રકૃતિએ જનનાંગોને પોતાની રક્ષા અંગેની જન્મજાત શક્તિ પ્રદાન કરી છે. પરંતુ સપ્તાહમાં બેથી વધારે વખત કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવે તો કોન્ડમ યોનીની રક્ષા શક્તિને નુકશાન પહોંચાડે છે. તેના ઉપયોગથી યોનીની પ્રક્રિયામાં ઉથલ પાથલ થઇ જાય છે.