આ ડોક્યુમેન્ટ વગર નહીં મળે JIO ફોન, પ્રી-બુકિંગ કરતાં પહેલા જાણી લો આ વાતો

બે દિવસ બાદ એટલે કે 24 ઓગસ્ટથી જિયો ફોનનું પ્રી-બુકિંગ શરૂ થઇ જશે. એટલે કે તમે એ દિવસથી તમારો ફોન બુક કરાવી શકો છો. જો કે એનું રજિસ્ટ્રેશન શરૂ થયે 1 મહિનો થઇ ગયો છે. ફોનને ખરીદવા માટે તમારી પાસે આધારકાર્ડ હોવું જરૂરી છે. જો તમારી પાસે આધારકાર્ડ નથી તો તમે આ ફોનને ખરીદી શકશો નહીં. તમને એક આધારકાર્ડ પર એક જ ફોન મળશે. જો તમે જિયો ફોનને લેવા માંગો છો અને તમારી પાસે આધારકાર્ડ નથી તો અમે તમને આધાર કાર્ડ બનાવવાની ઓનલાઇન પ્રોસેસ કહેવા જઇ રહ્યા છીએ. આ પ્રોસેસ દ્વારા તમારું આધાર કાર્ડ બનીને તો ઘરે આવશે નહીં, પરંતુ તમારું અડધાથી વધારે કામ થઇ જશે.

– સૌ પ્રથમ UIDAI.GOV.IN ની સાઇટ પર આધાર એનરોલમેન્ટમાં જાવ. અહીંયા LOCATE ENROLMENT & UPDATE
CENTERS વાળા વિકલ્પ પર ક્લિક કરો.

– નવું પેજ ઓપન થશે જેમાં 3 વિકલ્પ દેખવા મળશે એમાં SEARCH BOX પર ક્લિક કરો હવે તમારા શહેર અને જગ્યાનું નામ નાંખો
અને વેરિફિકેશન કોડ ફિલ કરો.

– હવે તમારી સામે એક લિસ્ટ ઓપન થશે જેમાં તમારા શહેરની આસપાસની આધાર સેન્ટરના નામ અને કોન્ટેક્ટ નંબર હશે. અહીંયા કોલ કરીને અપોઇમેન્ટ ફિક્સ કરી શકો છો.

– ત્યારબાદ ફરીથી UIDAI.GOV.IN ની સાઇટ પર જઇને RESOURCES પર ક્લિક કરો. અહીંયા DOWNLOAD FOR પર
ક્લિક કરો.

– ડાઉનલોડ થયેલા ફોર્મને ફિલ કરો. એની સાથે આઇઉડેન્ટિડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ, ડેથ ઓફ બર્થ ડોક્યુમેન્ટ્સ લઇને આધાર સેન્ટર જાવ.

http://sambhaavnews.com/

You might also like