પ્રાઇવેટ પાર્ટમાં ના રાખશો આ વસ્તુઓ, થશે મોટું નુકસાન

સેક્શુઅલ ફેન્ટસી કોઇ ખરાબ વસ્તુ નથી, પરતુ એ ચીજવસ્તુઓને હદ કરતાં વધારે કરવી જેના માટેની તમને જાણકારી ઓછી હશે પરંતુ તે ખરાબ છે. જેમ કે તમારા પ્રાઇવેટ પાર્ટમાં કેટલીક ચીજો નાખવાથી બની શકે છે તમને સેક્સમાં આનંદ આવે પરંતુ એ વસ્તુઓ તમને નુકસાન પણ પહોંચાડી શકે છે. ચલો તો જણાવીએ કે આ વસ્તુઓને ભૂલથી પણ પ્રાઇવેટ પાર્ટમાં રાખવી જોઇએ નહીં.

સેલ ફોન
સેલ ફોનના વાઇબ્રેશનથી બની શકે છે તમે ઉત્તેજિત થઇ જાવ છો પરંતુ મોબાઇલ ફોનનો ઉપયોગ એના માટે કોઇ દિવસ કરવો જોઇએ નહીં. ફોનમાં નુકસાનકારક રેડિએશન અને બેટરીના કારણે તમને ઘણી મોટી સમસ્યા થઇ શકે છે.

ફળ અને શાકભાજી
બની શકે છે તમને લાગશે કે ફળ અને શાકભાજીથી શું નુકસાન થાય કારણ કે સામાન્ય રીતે ખૂબ ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ વજાઇનામાં કેળા અને ખીરા નાંખવાથી ખૂબ નુકસાનકારક બની શકે છે. જ્યારે તમે એને તમારી વજાઇનામાં નાંખો છો તો ઘણા પ્રકારના બેક્ટેરિયા અને પેસ્ટિસાઇડ્સને નિમંત્રણ આપી રહ્યા હોય છે.

ડિઓડરન્ટ સ્પ્રે
સેક્સ માટે સુગંધી વજાઇનાથી સારું શું હશે, પરંતુ ભૂલથી પણ કોઇ ડિઓડરન્ટ અથવા કોઇ સ્પ્રેનો ઉપયોગ કરશો નહીં. આ ઘણું કઠોર હોય છે એનાથી તમારી વજાઇનામાં બળતરા અને ઇન્ફેક્શન થઇ જાય.

ચોકલેટ સિરપ/ મલાઇ
સેક્સ દરમિયાન ચોકલેટ સિરપ અથવા મલાઇ તમારા પાર્ટનરને લગાવીને ખાવું ઉત્તેજક હોઇ શકે છે પરંતુ કેટલાક સંશોધનથી જાણવા મળ્યું છે કે આવી પ્રોડક્ટ વજાઇનામાં નાંખવાથી તેના બેક્ટેરિયા બદલાઇ શકે છે જેનાથી ઇન્ફેક્શન થઇ શકે છે.

પ્લાસ્ટિક સેક્સ ટોયઝ
સામાન્ય રીતે સેક્સ ટોય માટે એવું કહેવામાં આવતું નથી કે તેને કઇ વસ્તુ મિક્સ કરીને બનાવવામાં આવે છે અને ઉપયોગ કરવામાં કેટલું સેફ છે? સંશોધનથી જાણવા મળ્યું છે એમાં એક પ્રકારનું એસિડ હોઇ શકે છે જે કેન્સરનું કારણ બની શકે છે. છતાં પણ તમે સેક્સ ટોયઝનો ઉપયોગ કરવા ઇચ્છો છો, તો એવા ટોયઝની પસંદગી કરો જે હાર્ડ પ્લાસ્ટિક અથવા સિલિકોનથી બનેલા છે.

વેસેલીન
વેસેલીનને કેટલાક લોકો લૂબ્રિકેન્ટ તરીકે ઉપયોગ કરે છે, પરંતુ એનાથી તમારી વજાઇનાને ઇન્ફેક્શન થઇ શકે છે.

પાણીનું સ્પ્રે
આ સ્પ્રે વજાઇનાને સાફ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, પરંતુ આવું કરવું ખૂબ હાનિકારક છે. આ વજાઇનાના પ્રાકૃતિક બેક્ટેરિયાને ઓછા કરી દે છે. તેમજ ઘણા પ્રકારની બીમારી પણ થઇ શકે છે.

You might also like