લગ્ન બાદ કોઇ દિવસ ના માનવી જોઇએ પતિની આ વાતો

કોઇ પણ સંબંધને ટકાવવા માટે જરૂરી છે કે તમે એકબીજાન મહત્વ આપો અને એકબીજાની વાતોને સમજો. પરંતુ ઘણી વખત છોકરીઓ પોતાના રિલેશનને સારી રીચે ચલાવવા માટેના ચક્કરમાં પોતાના પાર્ટનરની એ વાતો પણ માની લે છે જેને એ પસંદ કરતી નથી. પ્રેમ એની જગ્યાએ છે પરંતુ રિલેશનશીપમાં કોઇ પણ પ્રકારનું દબાણ હોવું જોઇએ નહીં. આજે અમે તમને કેટલીક વાતો જણાવીએ છોકરીઓ રિલેશનશીપમાં ભલે હોય પણ પોતાની ઇચ્છા ના હોય તો ના કરવી જોઇએ.

1. જો તમારા પતિને તમારા ડ્રેસિંગ સેન્સથી મુશ્કેલી છે અથવા તમને તમારી પસંદગીનો ડ્રેસ પહેરવાની ના પાડે છે તો એમની વાત માનવાની જગ્યાએ તમે આ વાત વિસ્તારપૂર્વક કરો. તમારા ડ્રેસનું મહત્વ સમજાવો અને કહો કે તમે એ જ ડ્રેસ પહેરશો જે તમને ગમે છે.

2. ઘણી વખત લગ્ન બાદ છોકરીઓ પોતાના સપના અને પોતાના કરિયર માટે વિચારવાનું બંધ કરી દે છે અને એવું કરવા લાગે છે જે એમનો પતિ કહે છે. પરંતુ એવું ના કરો અને એમની પર નિર્ભર ના રહો પરંતુ એવું કરો જો તમને સારું લાગે છે. જો તમે ભણવા માંગો છો કે જોબ કરવા ઇચ્છો છો કે એ બાબતે એમની સાથે ખુલીને વાત કરો.

3. જો તમે લગ્ન બાદ તરત બાળક લાવવા માંગતા નથી અથવા થોડાક વર્ષો બાદ બાળક ઇચ્છો છો તો સારું રહેશે કે એ બાબતે તમે તમારા પતિ અને માતા પિતા સાથે ખુલીને વાત કરો. આ બાબતે કોઇ પણ પ્રકારનું દબાણ તમારા સંબંધ બગાડી શકે છે.

4. પોતાના પાર્ટનર સાથે જમવાનું દરેક લોકાને પસંદ પડે છે. પરંતુ એનો અર્થ એવો નથી કે તમારો પતિ ઘરે મોડો આવે તો તમે તમારી જાતને ભૂખ્યા રાખો અને એની સાથે ખાવાની રાહ જુઓ. તમારા જમવાના રૂટિનથી તમે ખુદ બીમાર પડી શકો છો.

5. સેક્સ હંમેશા બંનેની મંજૂરીથી થવું જોઇએ. જો કોઇ કાતે તમારી સેક્સ કરવાની ઇચ્છા ના હોય તો એ માટે તમે તમારા પતિને ખુલીને કહો. એવું જરૂરી નથી જ્યારે પણ તમારા પાર્ટનરનું દિવ કરે તમે કોઇ મન વગર સેક્સ માટે તૈયાર થઇ જાવ.

Visit: http://sambhaavnews.com/

You might also like