બાળકોએ રોજ છ ચમચીથી વધુ ખાંડ ન ખાવી જોઈએ

નાનાં બાળકોને ગળ્યું ખૂબ ભાવતું હોય છે. અાપણે પણ માનીએ છીએ કે હજી વિકસતાં બાળકોને એનર્જીની જરૂર વધુ હોય છે એટલે થોડીક વધુ શુગર લે તો ચાલે. જોકે એમાં નિયંત્રણ રાખવું જરૂરી છે. અમેરિકાના એટલાન્ટામાં અાવેલી એમોરી યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બાળકોએ રોજ છ ચમચી શુગરથી વધુ ન લેવી જોઈએ.

હકીકતમાં બાળકો રેકમેન્ડેડ ડોઝ કરતાં ત્રણથી ચાર ગણી શુગર ખાઈ લેતાં હોય છે. એક કાર્બોનેટેડ ડ્રિન્કમાં ૯.૫ ચમચી ખાંડ હોય છે. સામાન્ય રીતે એક ચમચીમાં ચાર ગ્રામ જેટલી ખાંડ અાવે છે અને છ ચમચી એટલે ૨૫ ગ્રામ શુગર એ અાશરે ૧૦૦ કેલરી બરાબર થાય. બાળનિષ્ણાતોનું કહેવું છે કે બે વર્ષથી નાનાં બાળકોએ નોર્મલ ફૂડ કરતાં વિશેષ કોઈ પણ પ્રકારનાં ગળ્યા પીણાં કે સ્વીટ ન ખાવા જોઈએ.

You might also like