પ્રેમમાં પડો એટલે વજન વધી જાય છે, સર્વેમાં સાબિત થયું

પ્રેમમાં પડનારા લોકોનું વજન વધી શકે છે
જીવનમાં કોઈની સાથે પ્રેમમાં હોવાના અનેક ફાયદા અને ગેરફાયદા છે. ફાયદાની વાત કરીએ તો વેલેન્ટાઈન્સ ડેએ ડેટિંગ પર જઈ શકાય છે અને બીજું એ કે તમે થાકીને લોથપોથ થઈને આવ્યા હો ત્યારે માથે હાથ મૂકનાર તમારી નજીક જ હોય છે.

જોકે પ્રેમમાં પડનારા લોકો માટે અમુક ગેરફાયદા પણ છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાની ક્વિન્સલેન્ડ યુનિવર્સિટીના સંશોધકોએ કરેલા એક અભ્યાસનાં તારણો મુજબ આવા લોકો પોતાના વજન વિશે બેદરકાર થઈ જાય છે. સંશોધકોએ જણાવ્યા મુજબ પાર્ટનરને આકરપ્ષવા માટે સતત સુંદર દેખાવાની જરૂર ઓછી જણાતાં ખાવા પીવામાં લેવાતી કાળજી થોડા ઘણા અંશે ઓછી થતી જાય છે.

વધુ ફેટ કે શુગર ધરાવતી વાનગીઓ પ્રત્યે રુચિ કેળવાય છે. બાળકોની ડિશમાં બચેલું ખાવાનું ફેંકવાને બદલે પેટમાં પધરાવવાની આદત કેળવાતી જાય છે. નવપરિણીત યુગલોએ સહજીવનની શરૂઆત કરતાં તેમના વજન પર પણ એની અસર વર્તાય છે.

You might also like