…તો આ કારણથી અંડરગારમેન્ટ્સ અલગ ધોવા જોઇએ

728_90

શું તમને લાગતું નથી કે દરેક કપડાંને ધોવાની અલગ રીત હોય છે અને દરેક પ્રકારના કપડાંને અલગ રીતે ધોવા જોઇએ. આ વાત જેટલી કપડાંની સાચવણી માટે જરૂરી છે એટલી જ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. પરંતુ શુ આપણે એવું કરીએ છીએ.

આપણાં માંથી અલગ મોટાભાગના લોકા કપડાંને એક સાથે વોશિંગ મશીનમાં નાંખી દે છે. પરંતુ આ જોખમકારક બની શકે છે. ખાસ કરીને તમે અંડરગારમેન્ટ્સ અને બીજા કપડાંને એક સાથે ધોવો છો તો સાવધાન થઇ જજો કારણ કે એ સ્વાસ્થ્ય માટે સારું નથી.

સંશોધનકર્તાનું કહેવું છે કે એક જોડી અંડરગાર્મેન્ટસમાં દરરોજ 10 ગ્રામ સુધીનો મળ લાગેલો હોય છે. એવામાં તમે જ્યારે અંજરગાર્મેન્ટ્સને બીજા કપડાં સાથે ધોવો છો તો કપડાં પર લાગેલા મળના બેક્ટેરિયા બીજા કપડાં પર પણ લાગી જાય છે. એવામાં સંક્રમણનું જોખમ ખૂબ જ વધી જાય છે.

નથી મરતાં જીવાણું
સામાન્ય રીતે આપણે કપડાં સાદા પાણીથી જ ધોઇએ છીએ પરંતુ અંડરગાર્મેન્ટ્સમાં રહેલા બેક્ટેરિયા આ તાપમાનના પાણીથી મરતાં નથી. અંડરગાર્મેન્ટ્સને ઓછામાં ઓછા 40 ડિગ્રી સેલ્સિયસના પાણી પર જ ધોવો જોઇએ. એવામાં નોર્મલ પાણીથી અંજરગાર્મેન્ટ્સને ધોવા પર કોઇ ફાયદો થતો નથી.

બાળકો અને વૃદ્ધો માટે વધારે ખતરનાક
બાળકો અને વૃદ્ધોની પોગ પ્રતિરોધક શક્તિ ક્ષમતો નબળી હોય છે. એવી સ્થિતિમાં એમના પર બેક્ટેરિયા ઇન્ફેક્શનની અસર જલ્દી અને વધારે થાય છે.

રસોડાના કપડાં પણ થઇ જાય ગંદા
રસોડામાં રહેલી એક એક વસ્તુ ચોખ્ખી હોવી જરૂરી છે પરંતુ બધા કપડાંને એક સાથે ધોઇએ છીએ તો રસોડાના કપડાં પણ મશીનમાં નાંકી દઇએ છીએ. એનું પરિણામ એવું આવે છે કે રસોડાના કપડાં પર પણ બેક્ટેરિયા ચોંટી જાય છે અને કોઇ પણ પ્રકારે બેક્ટેરિયા પેટમાં પહોંચી જાય છે.

ડિટર્જન્ટનો ઉપયોગ
દરેક કપડાં માટે એક અલગ ડિટર્જન્ટ હોય છે. અંડરગાર્મેન્ટ્સ માટે હંમેશા સોફ્ટ પ્રોડક્ટનો જ ઉપયોગ કરવો જોઇએ. એવામાં અંડરગાર્મેન્ટ્સને બાકીના કપડાં સાથે ધોવા કરતાં એને અલગ ધોવા જરૂરી છે.

visit: http://sambhaavnews.com/

You might also like
728_90