1 એપ્રિલથી આના વગર ટ્રેનમાં મુસાફરી નહિ કરી શકાય . . .

નવી દિલ્લી: જો તમે રેલવેથી મુસાફરી કરતા હો તો તમારા માટે ખૂબ જ ખરાબ સમાચાર છે. 1 એપ્રિલથી રેલવેમાં ઘણાં નિયમોનમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે જો તમારી પાસે અમુક પુરાવા નહિ હોય તો તમારે દંડ પણ ચૂકવવો પડી શકે છે. હકીકતમાં રેલવેની ટ્રેન દરમિયાન તમામ પ્રકારની ટિકિટ મેળવવા માટે ઓખળપત્ર ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

જો તમે એમ કર વામાં અસફળ રહેશો તો તમને મોટી મુશ્કેલીઓનો સમાનો કરવો પડી શકે છે અને યાત્રા દરમિયાન તમારે દંડ પણ ચૂકવવો પડી શકે છે. ટ્રેનથી સફળ કરવા માટે જલદી જ નિયમોમાં ફેરફા કરવામાં આવશે જેની અસર પહેલી એપ્રિલથી લાગું પડશે.

આ નવા નિયમ પ્રમાણે જો જનરલ અથવા પ્લેટફોર્મ ટિકિટ માટે પણ જો તમે પોતાનું ઓળખપત્ર નહિ બતાવો તો તમારી ટિકિટ માન્ય ગણાશે નહિ અને તમારે એના માટે દંડ પણ ચૂકવવો પડી શકે છે. તેના માટે રેલવે પોતાના વિભાગ અને જોન કાર્યલયો પાસે સૂચનો મંગાવી રહી છે.

You might also like