તક ઝડપી લો! TATA ગ્રૂપના શેર્સના ભાવ ઘટી રહ્યા છે, જાણો કયા શેર્સ ખરીદી શકાય

કોઈ ગ્રૂપ કે સ્ટોક્સ વિશે માઠાં સમાચાર આવે ત્યારે તેને ખરીદવાની તક માનવામાં આવતી હોય છે. ટાટા ગ્રૂપના ચેરમેન પદેથી સાયરસ મિસ્ત્રીને ખસેડવાના સમાચાર અને નાવા ચેરમેનને શોધવા માટેની મથામણોએ ટાટા ગ્રૂપના શેર્સમાં 10-15 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે જેમાંથી કેટલાક હવે ખરીવાદની તક બની ગયા છે. જો ટાટાની હાલત હજીયે બગડે ટાટાના સ્ટેબલ તરફથી મળતા શેર્સ ખરીદી શકાય. જુઓ કયા શેર્સ ખરીદી શકાય એમ છે:

ટાટા સ્ટીલ
ટાટા સ્ટીલના શેર્સમાં જબરદસ્ત મંદી જોવા મળી રહી છે. હાલમાં લેવાયેલા સાયરસ મિસ્ત્રી વિશેના નિર્ણય પછી ટાટા સ્ટીલમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. ટાટા સ્ટીલના શેર્સ ખરીદવામાં એક સારું કારણ છે. ટાટા સ્ટીલ યુરોપમાં હાલમાં ઘણા ફેરફારો થઈ રહ્યા છે. જર્મનીની Thyssenkrupp AG અને ટાટા ગ્રૂપ દ્વારા પ્રભુત્વ ધરાવતા ટાટા સ્ટીલના યુરોપ ઓપરેશન્સમાં મર્જર થવાની પ્લાનિંગ થઈ રહ્યું છે. બીજી તરફે ટાટા પોતાનો UKનો વ્યવસાય પણ વેચવાનું વિચારી રહી છે.

ટાટા કેમિકલ્સ
ટાટા સન્સ દ્વારા લેવાયેલા તાજેતરના નિર્ણયથી ટાટા કેમિકલ્સ એવી કંપની હશે જેને બહુ ઝાઝો ફરક નહિ પડે. આ કંપની પ્રોફેશ્નલિ મેનેજ કરવામાં આવી છે અને દુનિયામાં સોડા એશના ઉત્પાદનમાં બીજા નંબરની સૌથી મોટી કંપની છે. તે કોસ્ટિક સોડા, સોડિયમ બાયકોર્બોનેટ અને સીમેન્ટ પ્લાન્ટ પણ ધરાવે છે. હાલમાં જ કંપનીએ વોટર પ્યોરિફિકેશન પ્લાન્ટમાં ઝંપલાવ્યું છે. આ કંપની સુપ્રસિદ્ધ ‘ટાટા નમક’નું પણ ઉત્પાદન કરે છે.

ઇન્ડિયા હોટેલ્સ, TCS, ટાટા ગ્લોબલ બેવરેજીસ?
ભારતીય હોટેલો ભૂતકાળમાં ખોટમાં જઈ રહી હતી, પરંતુ ટાટા ગ્રૂપ પાસે ‘તાજ’ બ્રાન્ડની અવિશ્વસનીય હોટેલની ચેન ધરાવે છે. TCSની વાત આવે ત્યારે IT ફિલ્ડની મેજર કંપનીઓ માટે હજી કેટલાક ક્વાટર્સ બાકી રહેલા છે. ખરું કે TCS ખરીદવા જેવા સ્ટોક્સ નથી જે કોઈ ખરીદે, કેમ કે એમાં કેટલુંક જોખમ રહેલું છે. ટાટા ગ્લોબલ બેવરેજીસ પાસે કેટલીક અદ્ભુત બ્રાન્ડ છે, જેમ કે ટાટા ટી, ટેટલી અને હિમાલ્યાન. ટાટા ગ્લોબલ બેવરેજીસના શેર્સની ઊંચું મૂલ્ય આંકવામાં આવે છે.

ટાટા મોટર્સ અને ટાટા પાવર્સ વિશે શું?
ટાટા મોટર્સ ટાટા ગ્રૂપની મહત્ત્વની કંપની છે, જેમાં જોરદાર બ્રાન્ડ છે, ખાસ કરીને જેગુઆર અને લેન્ડરોવર. JLR હવે ઘણું સારું કરી રહી છે, પરંતુ ટાટા મોટર્સના શેર્સની કિંમત એક કોયડો બની શકે કેમ કે તેમાં તેજી જોવા મળી છે જે 266ના લેવલથી 517ના લેવલે પહોંચી ગયા છે. શા માટે તમારે આ ડબલ થયેલા શેર્સ ખરીદવામાં રસ બતાવવો જોઈએ? ટાટા મોટર્સ ખરીદી શકાય એમ છે પરંતુ તે ગતિશીલ નથી.

You might also like