તમે જાણો છો ભારતમાં દર 10માંથી કેટલી દવા હોય છે નકલી!!

વિશ્વ આરોગ્ય સંસ્થાએ બહાર પાડેલા નવા રિપોર્ટ મુજબ ભારત અને ભારત જેવા ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં બજારમાં મળતી દસ દવાઓમાંથી એક કાં તો નકલી હોય છે કાં તો ઊતરતી કક્ષાની હોય છે. આ નકલી દવાઓના કારણે રોગની સારવાર તો નથી જ થતી, પરંતુ સાદો રોગ પણ ગંભીર અવસ્થામાં પહોંચી જાય છે અને પ્રાણઘાતક નીવડે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ મુજબ ૨૦૧૩થી અત્યાર સુધીમાં સંસ્થાને નકલી દવાના કારણે થયેલી તકલીફોના ૧૫૦૦ કેસ રિપોર્ટ થયા છે. મોટા ભાગે આ દવાઓ મલેરિયાની સારવારમાં વપરાતી અને એન્ટિબાયોટિક્સ ગ્રૂપની હોય છે.

 

You might also like