અમેરિકામાં રહેતા ભારતીયોને ધમકી: ઘરની બહાર પોસ્ટર લગાવાયા

કોલોરાડો : અમેરિકામાં ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચીભોતલાનાં મર્ડર બાદ વધારે એક ભારતીય સામે હેઇટ ક્રાઇમનો કિસ્સો સામે આવ્યો છે. અહેવાલ અનુસાર ભારતીયનાં ઘર પાસે ઇંડા ફેંકવામાં આવ્યા અને હભેદભાવભર્યા મેસેજ લખવામાં આવ્યા હતા. તેના ઘરની બહાર લખવામાં આવ્યુ કે, ભારતીયોએ અહીં ન રહેવું જોઇએ.

મીડિયા રિપોર્ટ અનુસાર ઘટના 6 ફેબ્રુઆરીની છે.સમાચાર એજન્સી અનુસાર ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન કેસની તપાસ કરી રહ્યા છે. ઓફીસર્સનું માનવું છે કે, આ કામ કોઇ એક ગ્રુપનું જ હોઇ શકે છે. ડેનવર મીડિયા અનુસાર ભારતીયનાં ઘર પર તમામ જગ્યાએ હેટ મેસેજ લખેલા હતા. ઉલ્લેખનીય છે કે મામલામાં ભારતીયનું નિવેદન સામે નથી આવ્યું. તેના મકાન માલિકે ઘટનાની માહિતી આપી હતી.

ઘરના માલિકે જણાવ્યું કે, હેટ મેસેજ લખેલા લગભગ 50 પેપર તેના દરવાજા, બારી અને કાર પરથી મળ્યા હતા. તે સિવાય ઓછામાં ઓછા 40 ઇંડાપણ તેના ઘર પર ફેંકવામાં આવ્યા હતા. એટલું જ નહી ઘરના દરવાજા પર કૂતરાની પોટી પણ લગાવેલી હતી. તેમાં એક મેસેજ પણ લખ્યો હતો કે ભારતીઓએ અહીયા રહેવું ન જોઇએ આ મેસેજ ઘરની બહાર લખેલું હતું.

You might also like