એઈમ્સમાં ઈલાજ કરાવવો છે? આવતા વર્ષ સુધી રાહ જુઓ

નવી દિલ્હી, શુક્રવાર
યુ‌િરન, સ્કિન કે કિડની સાથે જોડાયેલી બીમારીઓનો જો ઇલાજ તમે એઇમ્સમાં કરાવવા ઇચ્છતા હો તો ભૂલી જાવ. આ માટે તમારે એક વર્ષ રાહ જોવી પડે તેમ છે. એઇમ્સમાં માત્ર સર્જરી જ નહીં, ઓપીડીમાં પણ એક વર્ષથી વધુનું વેઇટિંગ છે. ખાસ કરીને યુરોલોજી, સ્કિન, મે‌િડ‌િસન અને નેફ્રોલોજીમાં આ વર્ષે કોઇ નવા દર્દીને એપોઇન્ટમેન્ટ નહીં મળી શકે.

અત્યાર સુધી બધાં જ રજિસ્ટ્રેશન ફૂલ થઇ ગયાં છે. એઇમ્સમાં દર્દીઓનું આ પ્રેશર ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મળ્યા બાદ વધ્યું છે. અત્યાર સુધી એક કરોડથી પણ વધુ દર્દીઓ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઇ ચૂક્યા છે. એક દર્દીએ જ્યારે સ્કિન માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવાની કોશિશ કરી ત્યારે જાણ થઇ કે નવા દર્દીઓ માટે હાલમાં કોઇ સ્લોટ નથી. તે એક વર્ષ રાહ જોઇ શકે તેમ ન હોવાથી પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર શરૂ કરાવી.

જોકે અહીં કેટલાક એવા ડિપાર્ટમેન્ટ છે કે જ્યાં બીજા દિવસે એપોઇન્ટમેન્ટ મળે છે, જેમાં કાર્ડિયોલોજી, ગેસ્ટો સર્જરી, ન્યુરો સર્જરી, પીડિયાટ્રિક સર્જરી અને જનરલ સર્જરી જેવા વિભાગ છે. કેટલાક વિભાગમાં ૧પ દિવસથી વધુનું વેઇટિંગ ચાલી રહ્યું છે. એઇમ્સના ફેકલ્ટીનું કહેવું છે કે ઓનલાઇન સિસ્ટમ ફૂલપ્રૂફ બની શકી નથી.

રોજ સ્કિન માત્ર ર૦૦ દર્દીઓ જોઇ શકાય છે, તેમાં સૌથી વધુ ભીડ ફોલોઅપવાળા દર્દીઓની હોય છે. ઓનલાઇન સિસ્ટમમાં સૌથી મોટો પ્રોબ્લેમ એ થાય છે કે દર્દીઓ તેમની મરજી મુજબ એપોઇન્ટમેન્ટ લઇ રહ્યા છે. કોઇ રેફરલ સિસ્ટમ નથી.

You might also like