મારા પુત્રએ તો દેશ માટે જીવ આપ્યો ટ્રંપે શું આપ્યું : શહીદ સૈનિકનાં પિતા

વોશિંગ્ટન : ઇરાકનાં યુદ્ધમાં શહિદ થયેલા અમેરિકી મુસ્લિમ સૈનિકનાં પિતાએ રાષ્ટ્રપતિ પદનાં રિપબ્લિકન પક્ષનાં ઉમેદવાર ડોનાલ્ટ ટ્રંપની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે ટ્રંપના મુસ્લિમો પર પ્રતિબંધ લગાવવાનાં નિવેદન પર શરસંધાન કરતા કહ્યું કે મારા પુત્રએ અમેરિકાની રક્ષા કરતા કરતા પોતાનો જીવ આપી દીધો પરંતુ ટ્રંપે શું કર્યું ? ફિલાડેલ્ફિયામાં આયોજીત એક ડેમોક્રેકિટ સભા દરમિયાન ખિજ ખાન નામનાં મુસ્લિમ વ્યક્તિએ ખુબ ભાવુક સ્પિચ આપી હતી.

ખીજે ભાષણ દરમિયાન પોતાનાં ખીચામાંથી અમેરિકાનાં સંવિધાનની એક કોપી કાઢી હતી અને પુછ્યું કે થું તેણે (ટ્રંપે) આનો અભ્યાસ કર્યો છે ? જઇને તે બહાદુરોની કબરને જુઓજે અમેરિકાનું રક્ષણ કરતા મોત થયું હોય. ત્યાં તમને તમામ ધર્મ, લિંગ, જાતી અને વિશ્વાસનાં લોકોની કબરો જોવા મળશે. તમે (ટ્રંપે) કોઇ કુર્બાની નથી આપી. આપણે દિવાલ ઉભી કરીને અને મતભેદ દેખાડીને કોઇ અન્ય સમસ્યાનું સમાધાન ન કરી શકીએ.

ઉલ્લેખનીય છે કે, ખિજ ખાનનાં પુત્ર હુમાયુ ખાન અમેરિકી સૈન્યમાં કેપ્ટના હતા. જુન 2004માં ઇરાકમાં એક કાર બોમ્બ વિસ્ફોટ દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. તેમણે અર્લિંગટન સેમેટ્રીમાં દફન કર્યો હતો. તેમણે અમેરિકી સન્માન બ્રોન્જ સ્ટાર અને પર્પલ હાર્ટથી સન્માનિત કરવમાં આવ્યા. હિલેરી ક્લિન્ટને પણ પોતાનાં ભાષણ દરમિયાન અમેરિકામાં વસ્યા બાદ પરદેશી લોકોની કુર્બાની અંગે તેમનું ઉદાહરણ આપતા રહેતા હોય છે.

You might also like