સેક્સ માટે ઘણી ઓછી જગ્યાની જરૂર પડે છે

નવી દિલ્હી : પ્રોપર્ટી કોઇની પ્રાથમિકતા ન હોવી જોઇએ કારણ કે સેક્સ કરવા માટે તમારી ઘણી ઓછી જગ્યાની જરૂર પડે છે. આ શબ્દ છે સિંગાપુરના વરિષ્ઠ મંત્રી જોસેફિન તિયોનાં જે તેમણે લગ્ન અને સંતાન મુદ્દે એક સરકારી મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યા હતા. વસ્તી સંબંધીત મુદ્દાનાં પ્રભારી મંત્રીને પુછવામાં આવ્યું હતું કે શું સિંગાપુરની નવી પેઢી એટલા માટે બાળકો પેદા નથી કરી રહી કારણ કે તેની પાસે રહેવા માટે પોતાનાં મકાન નથી ?

તર્ક વધતા વધતા એટલે સુધી પહોંચી ગયા કે યુવાનો જો પોતાના માતા પિતા સાથે રહે છે તો તેમના માટે બાળકો પેદા કરવા મુશ્કેલ કામ થઇ જાય છે. પરંતુ મંત્રીનો તર્ક હતો કે પ્રોપર્ટી કોઇ પ્રાથમિકતા ન હોવી જોઇએ કારણ કે સેક્સ માટે તમારે ઘણી ઓછી જગ્યાની જરૂર પડે છે. અને તે મુદ્દે ચિંતિત ન હોવું જોઇએ.

દુનિયાનાં વિકસિત દેશોની જેમ જ સિંગાપુરની વસ્તી પણ વૃદ્ધ થઇ રહી છે. જ્યાં શિશુ જન્મદર ખુબ જ ઓછો છે. માટે સિંગાપુરની સરકાર પોતાનાં દેશનાં યુવાનોને લગ્ન કરવા અને પરિવાર વધારવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. સિંગાપુર પાસે જમીનની ઓછી છે. જ્યાં હાઉસિંગ પોલીસી પર સરકારનું કડક નિયંત્રણ છે.

સિંગાપુરમાં વર્ષ 2013માં એક યોજના ચાલુ થઇ હતી જેમાં નવું ઘર ખરીદવા માટે લગ્ન થયેલા કપલને પ્રાથમિકતા આપવાની એક જોગવાઇ કરવામાં આવી હતી. જેઓ બાળકનું પ્લાનિંગ કરી રહ્યા હોય તેઓને વધારે પ્રાથમિકતા આપવા જણાવાયું છે.

You might also like