આજ સાંજથી 22,000 ATMમાંથી કાઢી શકાશે 500 અને 2,000ની નવી નોટ

નવી દિલ્લી: નોટબંધી પછી દેશભરના એટીએમ અને બેન્કોમાં લાગેલી લાંબી લાઇનોથી હવે કદાચ જ જલદી રાહત મળી જશે. નાણાં મંત્રી અરૂણ જેટલીએ કહ્યું છે કે ગુરુવાર સાંજથી દેશના 22,500 એટીએમમાંથી 500 અને 2000 રૂપિયાની નવી નોટો કાઢી શકાશે. જ્યારે એક અઠવાડિયાની અંદર બે લાખ એટીએમમાંથી નવા નોટ કાઢી શકાશે. આ સિવાય તેમણે ભરોસો અપાવ્યો છે કે જલદી જ એટીએમમાંથી 2,000 રૂપિયા કેશ કાઢવાની લિમિટમાં વધારો કરવામાં આવશે.

દેશમાં કુલ 2,20,000 એટીએમ છે, પરંતુ મોટાભાગના સેન્ટરોમાં નવી નોટોની અછત વર્તાઈ રહી છે. એને પગલે લોકોને 100 રૂપિયાની નોટોથી લોકોને કામ ચલાવવું પડે છે. એટીએમમાંથી નવી નોટ કાઢ્યા પછી બજારમાં કેશની સમસ્યાથી લોકોને ચલાવવું પડી રહ્યું છે. નાણાં મંત્રીએ નોટ બદલવાની લિમિટને 4,500 રૂપિયાથી ઘટાડીને 2,000 રૂપિયા કરવાનો નિર્ણય પર કહ્યું છે કે બહુ જ જલદી લોકો તેનો સારો ઉપયોગ કરી રહ્યા હતા, એટલા માટે આવો નિર્ણય લેવામાં આવ્યો છે.

અરુણ જેટલીએ કહ્યું છે કે લગ્નની જરૂરિયાતો માટે કાર્ડ બતાવવામાં આવે તો 2,50,000 રૂપિયા સુધી કાઢવાની છૂટ આપવામાં આવી છે. આનાથી લોકોને મોટી રાહત મળશે. આના પહેલા નાણાં મંત્રી શક્તિકાંતા દાસે પ્રેસ કોન્ફરન્સ કરીને ખેડૂતોને અઠવાડિયાના 25,000 રૂપિયા કાઢવાની અને નોટ બદલવાની લિમિટ હટાવવાની જાહેરાત કરી છે.

You might also like