હજી 72 કલાક સુધી ચાલશે 500-1000ની જૂની નોટ, ગભરાયા વગર કરી શકો છો ઉપયોગ

સમગ્ર દેશમાં 500-1000ની નોટ બદલવાના સરકારના નિર્ણયને પગલે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. દેશભરમાં પેટ્રોલ પંપ, રેલવે, મેટ્રો કાઉન્ટર પર 500 અને 1000 રૂપિયાની નોટની ચૂકવણી માટે 72 કલાક વધારી દેવામાં આવ્યા છે. આ અગાઉ પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે 11 નવેમ્બર રાત્રીના 12 વાગ્યે આ જગ્યાઓ પર 500 અને 1000ની નોટ સ્વીકારવામાં આવશે. જેનો આજે આખરી દિવસ હતો. પરંતુ લોકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખતા આ જગ્યાઓ પર 14 નવેમ્બર રાત્રીના 12 લાગ્યા સુધી નોટ સ્વીકારવાનો સમય વધારી દેવામાં આવ્યો છે.

બેન્કો સાથે એટીએમની બહાર પણ લોકો પૈસા કાઢવા માટે અને જૂની નોટ જમા કરવવા માટે લાંબી લાબી લાઇનો લગાવી રહ્યા છે. ક્યાંક એટીએમ મશીન કામ કરી રહ્યા નથી તો ક્યાં કેશ ખુટી જવાની ઘટનાઓ સામે આવી રહી છે.

કાળાં નાણાં વિરુદ્ધ મોદી સરકાર દ્વારા હજાર પાંચસોની નોટો ગેરકાનૂની જાહેર કરીને બંધ કરી દીધા પછી ગુરુવારના રોજ સમગ્ર દેશની બેંક અને પોસ્ટઓફિસમાં નવી ચલણી નોટો મળવાનું શરૂ થઈ ગયું. શુક્રવારે એટીએમમાંથી પણ નાણાં નીકાળવાનું શરૂ થઈ ગયું. કેટલીક બેંકોના એટીએમમાં રાત્રીના 12 વાગ્યા પછીથી જ નવી નોટો મળવાનું શરૂ થઈ ગયું હતું.

You might also like