24 નવેમ્બર સુધી આ 15 સ્થળો ચાલશે જુની નોટ : RBIની નવી જાહેરાત

નવી દિલ્હી : આખો દેશ આ સમયે 500 અને 1000ની જુની નોટ બદલવા માટે બેંકોની બહાર લાઇનમાં ઉભું છે અથવા તો કેશ કાઢવા માટે એટીએમની બહાર ઉભેલો છે. જો કે દરમિયાન એક રાહતનાં સમાચાર આવ્યા છે કે, 24 નવેમ્બર સુધી કુલ 15 સ્થળો પર 500 અને 1000ની જુની નોટ ચાલશે. આબીઆઇએ પોતે આને લીગલ ગણાવ્યો છે.
આરબીઆઇનાં મુખ્ય એડવાઇઝર અલ્પના કિલાવાલાએ જણાવ્યું સેન્ટ્ર ગવર્નમેન્ટ અને યુપી ગવર્નમેન્ટ બંન્નેનું પબ્લિક સાથે જોડાયેલી સિલેક્ટેડ સર્વિસમાં જુની 500 અને 1000ની નોટને લીગલાઇઝ કરવાનો નિર્ણય આરબીઆઇ દ્વારા લેવાયો છે. આરબીઆઇ એક્ટ 1934માં તેના મુદ્દે પ્રવધાન છે.

અલ્પના કિલાવાલાનું કહેવું છે કે, જે 15 સર્વિસમાં જુની નોટ ચલાવવાની મંજુરી અપાઇ છે તેનું કલેક્શન સરકારી ખજાનામાં જ જામેલું છે. એવામાં લોકોની માંગ જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

1. ગવર્નમેન્ટ હોસ્પિટલ અને ડોક્ટરના પ્રિસ્કીપ્શનની સાથે દવાની દુકાન પર.
2. ટ્રેન ટીકિટ, સરકારી બસો અને એરપોર્ટ પર
3. આઇકાર્ડ દેખાડ્યા બાદ સરકાર માન્યતા પ્રાપ્ત કંજ્યુમર કોપરેટિવ સ્ટોર્સ માન્ય.
4. કેન્દ્ર અથવા રાજ્યના મિલ્ક બુથ પર
5. પેટ્રોલ, ડીઝલ અને ગેસ ફિલિંગ સ્ટેશન પર
6. સ્મશાન ઘાટ અથવા કબ્રસ્તાનમાં.
7. ઇન્ટરનેશનલ એરપોર્ટ 5000 રૂપિયા સુધીના એક્સચેન્જ માટે માન્ય.
8. ડોક્ટરના પ્રિસ્કીપ્શન અને આઇડીપ્રુફની સાથે તમામ પ્રાઇવેટ મેડિકલ સ્ટોર પર
9. ગેસ સિલિન્ડર ખરીદવા માટે
10. ટ્રાવેલ દરમિયાન ટ્રેનની અંદરની પેન્ટ્રીમાંથી ખાવાનો સમય લેવા પર.
11. મેટ્રો રેલ ખરીદા માટે
12. એએસઆઇ સ્મારકોમાં એન્ટ્રી ટીકીટ પર
13. નગર નિગમ અને સ્થાનિક એકમોને ટેક્સ, ચાર્જ, ફી અથવા પેનલ્ટી આપવા માટે.
14. પાણી અને લાઇટના હાલનાં બિલ અથવા બાકીનું બિલ જમા કરવા માટે. તેમાં પણ એડવાન્સ બિલ જમા કરવા માટે જુની 500 અને 1000ની નોટ માન્ય નહી હોય.
15. ફોરેન ટુરિસ્ટો માટે 5000 રૂપિયા સુધીના એક્સચેન્જ માટેય

You might also like