હવે આધારકાર્ડમાં મુકાવી શકો છો તમારી સ્માર્ટ તસ્વીર

નવી દિલ્હી : જો તમે ઇચ્છો છો કે તમારા આધાર કાર્ડમાં છપાયેલ તસ્વીર સારી નથી તો હવે તેને બદલી શકો છો. તમારી પસંદગીની તસ્વીર લગાવી શકો છો. આધારકાર્ડમાં છપાયેલ ફોટોને બદલવા માટે તમારે હવે માત્ર 15 રૂપિયાનો ખર્ચ કરવો પડશે.કેટલીવાર જુનો કે ખરાબ ક્વોલિટીની તસ્વીરે કારણે આધારકાર્ડ વેલિડ નથી ગણાતું. પરંતુ હવે તમે એક સરળ પ્રક્રિયા દ્વારા તમારા કાર્ડમાં તમારી સ્માર્ટ તસ્વીર મુકાવી શકો છો.

આ પ્રક્રિયા હેઠલ તમારે આધાર કાર્ડ સેન્ટર જવું પડશે. જો તમારૂ આધારકાર્ડ અત્યાર સુધી નથી પહોંચ્યું તો તમારી સાથે એન્રોલમેન્ટ નંબર જરૂર લઇ જશો.

– સેન્ટર પર તમારે આધારકાર્ડ ફોર્મ એકવાર ફરીથી ભરવું પડશે. તેમાં તમારો આધાર નંબર પણ લખવો પડશે.

– ફરીથી ફોર્મ ભર્યા બાદ તમારી આંગળીઓ અને આખોની સ્કેનિંગ સાથે ફોટો પડાવવાનો રહેશે. જો ફોટો યોગ્ય ન હોય તો તસ્વીર ફરીથી પણ પડાવી શકાય છે.

-આ પ્રક્રિયા બાદ તમારી તમામ માહિતી આધારકાર્ડનાં બેંગ્લોર સેન્ટરને મોકલી આપવામાં આવશે. ત્યાર બાદ તમારો ડેટા પ્રોસેસ થશે અને નવી તસ્વીર સાથે તમારૂ આધારકાર્ડ બે અઠવાડીયાની અંદર તમારા ઘરે પહોંચી જશે.

– આધાર કાર્ડ માત્ર પહેલી વખત જ નિશુલ્ક બને છે. માટે તમારે તસ્વીર બદલાવવા માટે 15 રૂપિયા ચાર્જ ચુકવવો પડશે.

– બાયોમેટ્રિક ડીટેઇલ ચેન્જ કરાવવા માટે સેન્ટર પર પૈસા ખર્ચ કરવા પડશે.

You might also like