PF અકાઉન્ટમાં થશે 1 કરોડનો ફાયદો, જો નહીં કરો આ ભૂલો

નવી દિલ્હી: હાલના સમયમાં ઇમ્પાઇઝ પ્રોવિડેન્ટ ફંડ ઇપીએફ પર 8.65 ટકા ઇન્ટરેસ્ટ મળી રહ્યો છે. કોઇ પણ સરકારી સ્કીમમાં હાલના સમયમાં આ સૌથી વધારે ઇન્ટરેસ્ટ છે. મોટાભાગે લોકો પોતાની ભૂલોથી પીએફ ફંડમાં કરોડો રૂપિયાનું નુકસાન ઉઠાવે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ તમે કેવી રીતે પીએફ ફંડમાં વધારે રકમ જમા કરાવી શકો છો.

જ્યારે તમે રોકાણ પર મળનારું રિટર્ન પર પણ તમને રિટર્ન મળે છે તો એને કમ્પાઉન્ડિંગ કહે છે. એનાથી લાંબા સમયગાળામાં તમારું ફંડ ખૂબ ઝડપથી વધે છે. એટલે કે રોકાણમાં મળનારો રેટ ઓફ રિટર્નની જેમ રોકાણ સમય પણ ખૂબ મહત્વનો છે.

જો તમારી ઉંમર 30 વર્ષની છે અને પીએફ અકાઉન્ટમાં તમે દર મહિને 3 હજાર રૂપિયા જમા કરાવો છો અને દર વર્ષે રોકાણમાં 8 ટકાનો વધારો થયો છે તો હાલના 8.65 ટકા ઇન્ટરેસ્ટ પર તમારો પીએફ ફંડ 30 વર્ષમાં 1.09 કરોડ રૂપિયા થઇ જશે. આ જ રીતે જો તમે પીએફ અકાઉન્ટમાં દર મહિને પાંચ હજાર રૂપિયા જમા કરાવો છો અને દર વર્ષે રોકાણમાં 8 ટકાનો વધારો થતો હોય તો 30 વર્ષ બાદ તમારું ફંડ 1.83 કરોડ રૂપિયા થઇ જશે.

તમે ઘણા પ્રકારની જરૂરીયાતો જેમ કે ઘર ખરીદવું, પરિવારમાં લગ્ન માટે અથવા બેરોજગાર થવા પર પીએફના પૈસાનો નિકાલ કરી શકો છો. પરંતુ કમ્પાઉન્ડિંગનો ફાયદો તમને ત્યારે મળે છે જ્યારે તમારું રોકાણ લાંબો સમયગાળો જેમ કે 20 થી 30 વર્ષ સુધી રહે છે. જો તમે પહેલા જ પીએફના રૂપિયા નિકાળી દો છો તો તમારે લાખો રૂપિયાનું નુક્સાન ઉઠાવું પડી શકે છે. તમે પીએફના પૈસા ન નિકાળીને આ નુકસાનથી બચી શકો છો.

http://sambhaavnews.com/

You might also like