ઓફિસના કામના સ્ટ્રેસથી તમે પરેશાન છો? તો કરો મેડિટેશન

પર્સનલ સ્ટ્રેસ હોય કે પ્રોફેશનલ, ધ્યાન ચમત્કારિક જડીબુટ્ટી સાબિત થઇ શકે છે. અમેરિકાના નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે કામનો સ્ટ્રેસ હેન્ડલ નહીં થઇ શકે એવું લાગતું હોય ત્યારે એ જ વખતે ઓફિસની ચેરમાં જ શાંત અને મૌન થઇને થોડીક મિનિટ ધ્યાનમય ગાળવાથી ખૂબ જ ફાયદો થશે.

ધ્યાનથી કોઇ પણ ઘટના કે વ્યકિત સાથે સંકળાયેલી પોતાની અને બીજાની લાગણીઓને સમજવાની ક્ષમતા વધે છે. કોઇ પણ ઘટનાની પ્રતિક્રિયારૂપે પોતાનામાં પેદા થયેલી લાગણીને હેન્ડલ કરવાની ક્ષમતા સુધરે તો આપમેળે વ્યકિત સાચા નિર્ણય લઇ શકે છે અને કારણ વગરના સ્ટ્રેસમાંથી મુકત થઇ શકે છે.

જે લોકોનો ઇમોશનલ ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ ઓછો હોય છે તેમને સાઇકોલો‌જિકલ સ્ટ્રેસ વધુ અનુભવાય છે. જ્યારે લાગણીઓની સમજણમાં વધારો થાય છે ત્યારે આપમેળે વ્યકિતની સ્ટ્રેસફૂલ પરિસ્થિતિઓને શાંતિપૂર્વક હેન્ડલ કરવાથી ક્ષમતા સુધરે છે.

અભ્યાસકર્તાઓનું માનવું છે કે સાઇકોલો‌જિકલ સ્ટ્રેસ ઘટાડવા માટે ઇમોશનલ ઇન્ટેલિજન્સ વધારવા પર ભાર મૂકવો જોઇએ.

You might also like