તમે હંમેશા મારા કેપ્ટન રહેશો ધોની ભાઇ : વિરાટ કોહલીનું ટ્વિટ

નવી દિલ્હી : ત્રણેય ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમની કમાન સંભાળવા જઇ રહેલ વિરાટ કોહલીએ મહેન્દ્રસિંહ ધોનીનાં વખાણ કરતા તેને પ્રેણાદાઇ કેપ્ટન ગણાવ્યો હતો અને કહ્યું કે તે હંમેશા અમારા કેપ્ટન રહેશે. કોહલીએ શુક્રવારે ટ્વિટ કરીને જણાવ્યું કે, હંમેશા એક એવો કેપ્ટન રહેવા માટે આભાર જેવો યુવા ખેલાડીઓ ઇચ્છતા હોય છે. તમે હંમેશા મારા કેપ્ટન રહેશો ધોની ભાઇ.

વિરાટે 2008માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું અને ત્યારે તે ધોનીની જ કેપ્ટન્સીમાં વનડે ક્રિકેટ રમ્યો. દુનિયાભરનાં ક્રિકેટરોએ ભારતીય ક્રિકેટમાં ધોનીનાં યોગદાનની સરાહનાં કરી છે. જેમાં માઇકલ ક્લાર્ક, માઇકલ વોન, શાહિદ આફ્રીદી, ઝાહીર ખાન સહિતનાં કેટલાય દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ થાય છે.

ધોનીની ગણત્રી ભારતનાં સૌથી સફળ કેપ્ટન્સમાં થાય છે. ગાંગુલી અને કપિલદેવ સહિતનાં કેપ્ટન પણ સ્વિકારી ચુક્યા છે કે ધોનીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમમાં કોઇ ઉણપ રહી નથી. ધોનીની કેપ્ટન્સીમાં ટીમ જે અત્યાર સુધી નહોતી કરી શકી તે તમામ કામ પુરા કરી શક્યા. પછી તે વર્લ્ડ કપ હોય કે ટી-20 વર્લ્ડ કપ હોય.

You might also like