પ્લેન-ટ્રેન નહીં યંગસ્ટર્સ જાતે જ ડ્રાઈવ કરી ફરવા જવાના શોખીન બન્યા

ભારતમાં પ્લેનનાં ઓછાં ભાડાં અને ઓનલાઈન હોટેલ બુકિંગમાં મળતા ડિસ્કાઉન્ટને કારણે ૨૦૧૭માં વધુ ને વધુ ભારતીયોએ પ્લેનમાં ટ્રાવેલ કરી હતી, પણ યંગસ્ટરોમાં એડ્વેન્ચર ટૂર્સ અને સેલ્ફ-ડ્રાઈ ટૂર્સ ઈન ટ્રેન્ડ છે. મોબાઈલ પર થતાં બુકિંગ્સમાં ગયા વર્ષની સરખામણીમાં ૩૫ ટકાનો વધારો જોવા મળ્યો છે.

એક ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલે કરેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે ભારતમાં સારા રોડ છે અને હાઈવેની કનેક્ટિવિટી સારે છે તેથી યુવાનો સેલ્ફ-ડ્રાઈવ ટૂરો પણ વધારે ફોક્સ કરે છે. તેઓ એડ્વેન્ચર કરવા માટે બાય રોડ જવાનું વધારે પસંદ કરે છે. વળી ગોવા, કુર્ગ, કેરળ અને પોન્ડિચેરી જેવાં સ્થળોએ તેઓ હોટેલોને બદલે હોમ-સ્ટે પર વધારે પસંદગી ઉતારે છે. ભારતમાં નેપાળ, ભૂતાન અને બંગલા દેશથી મેડિકલ અને વેલનેસ માટે આવતા લોકોમાં પણ વધારો થયો છે.

You might also like