બેગ્લુરૂનાં સ્ટાર્ટઅપ કંપનીનાં CEOનો હાથ કુતરાએ કરડી ખાધો

બેંગ્લોર : કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં એક સ્ટાર્ટઅપ કંપનીનાં સીઇઓએ કરેલી ભુલની કિંમત તેમને એક હાથ ગુમાવીને કરવી પડી છે. ટર્ટલ શેલ ટેક્નોલોજીસ કંપનીનાં CEO મુદીત દંડવતે, બેંગ્લુરૂનાં રામાનાગરમ જિલ્લામાં એક મંદિરે ગયો હતો. જ્યાં વન વિભાગ દ્વારા સંરક્ષીત એક તળાવમાં નહાવા પડેલા કુતરાને બહાર કાઢતા સમયે મગર તેનાં પર હૂમલો કર્યો હતો. જેનાં કારણે તેણે એક હાથ ગુમાવવો પડ્યો છે.

આ ઘટના ત્યારે બની જ્યારે દંડવતે બે શ્વાન થટ્ટેકેર તળાવમાં નહાવા પડ્યા હતા. થટ્ટેકેર લેક વન વિભાગ દ્વારા સુરક્ષીત કરવામાં આવેલા બનીરગટ્ટા જંગલમાં આવેલું છે. તળાવમાં ઉતરવાની મનાઇ હોવા છતા દંડવત્તે પાણીમાં ઉતર્યો હતો ત્યારે અચાનક આ તળાવમાં મગર આવી ચડ્યો હતો. તેને દંડવતેનો ડાબો હાથ પકડી લીધો હતો. આ ઘટના બાદ જો કે તેને બચાવી લેવાયો હતો. તેને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

હોસમત હોસ્પિટલનાં એમડી ડૉ. અજીત રાયને જણાવ્યું કે, દંડવતેનો ડાબો હાથ કોણીથી નીચેનાં ભાગને મગરે ભારે નુકસાન પહોંચાડ્યું છે. મગરે હાથના તે ભાગને ખાવાનો પ્રયાસ કર્યો છે. જેથી તેને પુન યથાકિત કરવો હવે સંભવ નથી. જો કે તેની હાલત પહેલા કરતા ઘણી સારી છે અને તેને ICUમાંથી સામાન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે. દંડવત્તની સર્જરી કરીને તેને કૃત્રીમ હાથ અપાશે.

You might also like