ઘરે આ રીતે બનાવો દહીંનો આઇસ્ક્રીમ

સામગ્રી

½ કપ દહીં

¼ કપ ખાંડ

½ કપ ક્રીમ

2 ટીપા વેનીલા એસેન્સ

10 કાજુ

4 બિસ્કિટ

બનાવવાની રીતઃ દહીં, ખાંડને બરોબર મિક્સ કરી લો. જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી સતત તેને હલાવતા રહો. ક્રીમ અને વેનીવા એસેન્સ એડ કરો. એક વખત ફરી બધી જ વસ્તુઓ મિક્સ થાય ત્યાં સુધી તેને સતત હલાવો. મિક્ચરમાં કાજુના ટૂકડા એડ કરીને બરોબર મિક્સ કરો. હવે એક એર ટાઇટ કન્ટેનરમાં બિસ્કિટના ટુકડા એડ કરો તેની પર આઇસ્ક્રીમનું મીક્ષણ પાથરો અને તેની પર ફરી બિસ્કિટના ટૂકડા ગોઠવી અને ફ્રિજમાં ઠંડુ થવા માટે મૂકી દો. આઇસ્ક્રીમ કન્ટેનરને ફ્રીજમાંથી નિકાળીને ઠંડી આઇસ્ક્રિમ પર મેલ્ટ ચોકલેટ એડ કરીને સર્વ કરો. આઇસ્ક્રીમમાં તમે તમારી પસંદગીના સૂક્કા મેવા પણ એડ કરી શકો છો.

http://sambhaavnews.com/

You might also like