પાંચ બ્રાહ્મણોની હત્યા મુદ્દે યોગી સરકારને ઘેરશે BSP સરકાર

લખનઉ : યૂપી વિધાનસભાનાં કાલથી ચાલુ થઇ રહેલ બજેટ સત્રમાં બહુજન સમાજવાદી પાર્ટી (બસપા) રાયબરેલીનાં ઉંચાહારમાં સામુહિક હત્યાકાંડ મુદ્દે યોગી સરકારને ઘેરશે. બસપા અધ્યક્ષ માયાવતીએ કહ્યું કે રાયબરેલીનાં ઉંચાહારમાં બ્રાહ્મણ સમાજનાં 5 યુવકોની નૃશંસ હત્યા વાસ્તવમાં પ્રદેશની ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકારનું જંગલરાજની જેમ વધતું પગલું છે.

પીડિત પરિવારને ન્યાય અને ગુનાને સજા અપાવવાનાં મુદ્દે યોગી સરકાર નિષ્ફળ સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે. પાર્ટી મહાસચિવ સતીષ ચન્દ્ર મિશ્ર પીડિત પરિવાર સાથે મુલાકાત કરી તેમને ન્યાય અપાવી ચુક્યા છે. કાલથી વિધાનસભા બજેટ સત્રની શરૂઆત થઇ રહી છે. આ મુદ્દાને પ્રભાવી રીતે ઉઠાવવા માટે પાર્ટીનાં ધારાસભ્યોને નિર્દેશ આપવામાં આવ્યા છે.

You might also like