પૈસા માટે નહી પરંતુ દુવાઓ માટે કામ કરે ડોક્ટર્સ : યોગી આદિત્યનાથ

લખનઉ : ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દર્દીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાની સાથે સરકારી ડોક્ટરોને ખાનગી પ્રેક્ટિસ બંધ કરવા માટેની અપીલ કરી છે. યોગી આજે અહી કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં આજે 56 નવા વેંટિલેટરનું લોકાર્પણ કરી રહ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે ડોક્ટર્સમાં દર્દીઓ પ્રત્યે સંવેદના જરૂરી છે. સંવેદનશીલતા જ ડોક્ટરની ઓળખ હોય છે અને દર્દીઓ પ્રત્યે તેમની જવાબદારી હોય છે તે તેમની યોગ્ય સારવાર કરે.

સરકારી ડોક્ટર્સને ખાનગી પ્રેક્ટિસ બંધ કરવા અને દર્દીઓને સારી સારવાર કરવા માટેની સલાહ આફી હતી. તેમણે કહ્યું કે દર્દીઓ ખુબ જ વિશ્વાસ સાથે હોસ્પિટલમાં આવે છે. જો કે તેમની સાથે સારો વ્યવહાર નથી કરવામાં આવતો. તેમની સાથે પ્રેમથી વાત કરવી જોઇએ. આવું કરવાથી જ તેમની અડધી બિમારી દુર થઇ જાય છે. દુવામાં ઘણી અસર હોય છે. તેમણે ડોક્ટર્સને સલાહ આપી કે માત્ર રિપોર્ટ જોઇને દવા લખવાનાં બદલે તેમને થતી સમસ્યા અંગે પણ વાતચીત કરે.

યોગીએ કહ્યું કે કેજીએમયૂની વૈશ્વિક ઓળખ છે. તેને સારી રાખવા કામ કરવું જોઇએ.કેજીયુએમને એમ્સ જેવી સુવિધા મળે તેવા પ્રયાસો કરાશે. પાંચ વર્ષમાં 25 મેડિકલ કોલેજ ખોલવામાં આવશે. રાજ્યને પાંચ લાખ ડોક્ટર્સની જરૂર છે. નવા ડોક્ટર્સ પહેલા થોડા વર્ષ સુધી ગામમાં જઇને દર્દીઓને સારવાર કરે. મેડિકલ કોલેજ ફેકલ્ટીનાં અભાવથી પરેશાન છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે ડોક્ટર્સ તે સુનિશ્ચિત કરે કે છેવાડાનાં વ્યક્તિ સુધી સારવાર પહોંચે. ગરીબ દર્દીઓ અને ડોક્ટર્સ વચ્ચે વારંવાર ઝગડાઓ થાય છે. ગરીબ દર્દીઓને ખબર ન પડે તો તેમની સાથે સારૂ વર્તન કરવું જોઇએ. આ દિશામાં સતત પ્રયાસો થવા જોઇએ.

You might also like