યોગીનો આદેશ, કર્મચારીઓની હાજરી બાયોમેટ્રિકથી સિસ્ટમથી થશે

લખનઉ: ઉત્તર પ્રદેશના દરેક સરકારી કર્મચારીઓના સમય પર કાર્યલાય પહોંચવા પર ખાસ દબાણ આપી રહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ વિકાસ ખંડ સ્તરના કર્મચારીઓની ઓફિસમાં આવન જાવના સમય પર નજર રાખવા માટે બાયોમેટ્રિક પ્રણાલીના ઉપયોગનો નિર્દેશ આપ્યો છે.

મુખ્યમંત્રીએ આ નિર્દેશ શનિવાર રાતે લખનઉમાં ગ્રામ્ય વિકાસ વિભાગના પ્રેજન્ટેશન દરમિયાન આપતાં કહ્યું કે દરેક ગામ પંચાયત સ્તર પર એક બોર્ડ લગાવવામાં આવે, જેમાં મહત્વપૂર્ણ સૂચનાઓ તથા ગ્રામ પ્રધાન, ગ્રામ સચિવ તથા રોજગાર સેવકના મોબાઇલ નંબર અને કરાવવામાં આવતાં કાર્યોની યાદી અને યોજનાઓનું વિગત ઉપલબ્ધ રહેશે. એમણે કહ્યું કે વિકાસ ખંડ સ્તર સુધી કર્મચારીઓમી બાયોમેટ્રિક અટેન્ટેન્સ કરવામાં આવે.

યોગીએ કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામણીના લક્ષ્યોના પૂર્તિ કરવામાં આવે, દરેક લક્ષિત 5.73 લાખ પરિવારના પંજીકરણ, ફોટો અપલોડિંગ, ઘરોની સ્વીકૃતિનું કામ જલ્દીથી કરવામાં આવે. જે પરિવારનું નામ વર્તમાન યાદીમાં નથી, એનો સમાવેશ કરવા માટે કેન્દ્ર સરકાર સાથી અનુરોધ કરવામાં આવે.

યોગીએ પ્રધાનમંત્રી ગામ રસ્તા યોજના હેઠળ ગત વર્ષના બાકી 118 રસ્તાના નિર્માણને 15 જૂન 2017 સુધી પૂરો કરવાનો આદેશ આપતાં કહ્યું કે 2016 2017માં સ્વીકૃત દરેક 680 રસ્તાને જાન્યુઆરી 2018 સુધી પૂરા કરવામાં આવે.

http://sambhaavnews.com/

You might also like