યોગી સરકારની બીજી કેબિનેટ મિટિંગઃ છ મુદ્દા પર નિર્ણય લેવાયા

નવી દિલ્હી: યુપી સરકારની આજે મળેલી બીજી કેબિનેટ મિટિંગમાં રાજ્યમાં ૨૪ કલાક વીજળી પૂરી પાડવા સહિત બંુદેલખંડમાં પીવાના પાણીની સુવિધા સહિત અન્ય છ મુદ્દા પર ચર્ચા વિચારણા કરી તે અંગે અમલ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. યોગી આદિત્યનાથની સરકારે આ અગાઉ પ્રથમ કેબિનેટમાં પણ વિવિધ નવ મુદ્દા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની આગેવાનીમાં આજે લોકભવનમાં મળેલી બીજી કેબિનેટની બેઠકમાં મહત્વના છ મુદ્દા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં આદિત્યનાથની સરકારે અખિલેશ યાદવના શાસનમાં જે એજન્સીઓએ કામગીરી કરી છે તેની તપાસ કરાવવામાં આવે તેવો આદેશ આપ્યો છે. આ તપાસમાં નોઈડા, ગ્રેટર નોઈડા, યમુના એકસપ્રેસ-વે, ગાઝિયાબાદ, લખનૌ, વારાણસી, ગોરખપુર, કાનપુર, મેરઠ, અલ્હાબાદ અને હાપુડ પિલુખ્વા વિકાસ પ્રાધીકરણ આવી શકે તેમ છે. આ ઉપરાંત યુપીમાં ૨૪ કલાક વીજળી આપવાના સરકારના વાયદાને પૂરો કરવા અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં જો ટ્રાન્ફોર્મર બગડી જાય તો તેને ૪૮ કલાકમાં બદલવામાં આવે તે અંગે પણ ચર્ચા થઈ હતી.

કેબિનેટમાં બુંદેલખંડમાં પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત આદિત્યનાથના આગ્રહથી પ્રધાનો અને અધિકારીઓની એક ટીમ પીડીએસ સિસ્ટમ જોવા છત્તીસગઢ ગઈ હતી. જે અંગે કેબિનેટમાં આ ટીમે રિપોર્ટ રજૂ કરતાં તે અંગે પણ ચર્ચા થઈ હતી. જ્યારે ત્રણ પ્રધાનોની કમિટીને ખનન નીચી અને ત્રણ પ્રધાનોની અન્ય એક કમિટીને બટાકા પકવતા ખેડૂતોને મદદ કરવા માટે એક અહેવાલ તૈયાર કરવા જણાવાયું હતું. તે રિપોર્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
http://sambhaavnews.com/

You might also like