માયાવતીએ નિરાશા વ્યક્ત કરી : યોગીને 100માંથી 0 પોઇન્ટ

લખનઉ : ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર પોતાનાં શાસનકાળનાં પહેલા 100 દિવસનાં મુદ્દે ભલે સંતુષ્યી વ્યક્ત કરી રહી હોય પરંતુ બહુજનસમાજ પાર્ટી (બસપા) અધ્યક્ષ અને પુર્વ મુખ્યમંત્રી માયાવતીએ નિરાશા વ્યક્ત કરતા ભારતીય જનતા પાર્ટી સરકારને 100માંથી 0 અંક આપ્યા છે. માયાવતીએ કહ્યું કે ભાજપ સરકારનાં પહેલા 100 દિવસમાં સર્વસમાજનાં લોકોમાં દરેક મુદ્દે ઘણો કાયદો નિરાશા તથા ઉદાસીનતા છવાઇ રહી.

પ્રદેશમાં ગુના અને ભ્રષ્ટાચારની બોલબાલા રહેવાથી પરેશાન રહ્યા. આ કારણે સરકારને 100 દિવસોમાં 100માંથી એક નંબર પણ આપી શકાય તેમ નથી. તેમણે કહ્યું કે, વિકાસ તથા કાયદો અને વ્યવસ્થા અને અપરાધ નિયંત્રણ મુદ્દે આ સરકાર 100 દિવસોમાં અત્યાર સુધી 10ટકા પણ ખરી નથી ઉતરી. ખાસ કરીને કાયદો અને વ્યવસ્થા તથા અપરાધ નિયંત્રણ મુદ્દે આ સરકાર 0 છે. મીડિયામાં હલ્લા કરવા છતા યોગી સરકાર પોતાની ઉપલબ્ધીઓ અંગે કોઇ પુસ્તિકા બહાર પાડી શકી નથી. આ અંગે માત્ર ફોટો ફીચર બુક બહાર પાડીને જ કામ ચલાવવાનો પ્રયાસ કર્યો છે.

બસપા અધ્યક્ષે કહ્યું કે ચૂંટણીનાં વચનોની જેમ જ જથ્થાબંધનાં ભાવમાં માત્ર જાહેરાતો જ કરવામાં આવી રહી છે, પરંતુ પરિણામ ખાસ કરીને કાયદો અને વ્યવસ્થા અપરાધ નિયંત્રણ મુદ્દે તો આ સરકાર જીરો છે. ભાજપ સરકારની નીતિ છે કે વાયદો કરો, જાહેરાતો કરો અને ભુલી જાઓ. તેમણે કહ્યું કે ભગવા તૃષ્ટીકરણની સંઘી નીતિને પોતાનો આદર્શ બનાવવાનાં કારણે અપરાધ નિયંત્રણ તથા કાયદો – વ્યવસ્થાનો પણ ઉત્તરપ્રદેશમાં ઘણી ખરાબ પરિસ્થિતી છે.

You might also like