યોગી સરકાર ખેડૂતોનાં દેવાં માફીનાં નાણાં જુલાઈના અંત સુધીમાં બેન્કોને પહોંચાડશે

લખનૌ: ઉત્તર પ્રદેશ સરકાર જુલાઈના અંત સુધીમાં ૮૬ નાના અને સીમાંત ખેડૂતોનાં દેવાં માફ કરી દેશે. જુલાઈ સુધીમાં ખેડૂતોનાં દેવાં માફીના રૂપિયા સરકારી બેન્કોને મોકલી દેવામાં આવશે. ઉત્તર પ્રદેશના એ‌િગ્રકલ્ચરલ પ્રોડક્શન કમિશનર ચંદ્રપ્રકાશે જણાવ્યું હતું કે લાભાર્થી કિસાનોની બેન્કોની યાદી ૧૫ દિવસમાં પ્રત્યેક જિલ્લાના ડીએમ પાસે પહોંચી જશે. ત્યારબાદ રાજ્ય સ્તરે એક ખાસ સોફ્ટવેરની મદદથી જેમની પાસે વધુ જમીન અને ખેતરો છે એવા ખેડૂતોનાં નામ આ યાદીમાંથી હટાવી દેવાશે અને તેમને દેવાં માફીનો લાભ નહીં મળે, કારણ કે તેમણે ઓછી જમીન બતાવીને લોન લીધી હતી.

કમિશનર ચંદ્રપ્રકાશે જણાવ્યું હતું કે આ લિસ્ટમાં નાના અને સીમાંત ખેડૂતોનાં નામ દૂર કરાશે નહીં. તેનું કારણ એ છે કે ખેડૂતોની ઓળખ માટે કોઈ નિર્ધારિત માપદંડ નથી. આ લિસ્ટમાંથી નામ અલગ કરવા માટે જો એકાઉન્ટન્ટનો રિપોર્ટ માગવામાં આવશે તો ભ્રષ્ટાચાર થવાની શક્યતા છે. આ સંજોગોમાં રાજ્ય સરકારે ખેતીની જમીનના આધારે ખેડૂતોનાં દેવાં માફીનો નિર્ણય કર્યો છે.

એ‍વું માનવામાં આ‍વે છે કે સમગ્ર પ્રક્રિયા સંપન્ન થતાં એક મહિનાથી વધુ સમય લાગશે અને જુલાઈની આખર સુધીમાં ખેડૂતોનાં દેવાંનાં નાણાં સરકારી બેન્કોમાં મોકલવામાં આવશે. દેવાં માફી યોજના માટે રૂ. ૩૬૭૨૯ કરોડની વ્યવસ્થા કરવા માટે રાજ્ય સરકારે કિસાન રાહત બોન્ડ જારી કર્યા છે.
http://sambhaavnews.com/

You might also like