મોદીના ગુજરાતમાં યોગી સાથે ચૂંટણી પ્રચાર કરાવશે ભાજપ!

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટણી લડી અને જોરદર જીત મેળવી. હવે ભાજપની નજર આવનારી ગુજરાત ચૂંટણીમાં છે. ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહનું ગૃહ રાજ્ય છે, એટલા માટે આ બે ટોચના નેતાઓની શાખનો સવાલ પણ છે. જાણવા મળ્યા મુજબ ભાજપ ગુજરાતમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કો સ્ટાર પ્રચારક બનાવી શકે છે, અને એમની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવી શકે છે.

ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં જે માહોલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે હતો, એ ચૂંટણી બાદ યોગી આદિત્યનાથને યૂપીના સીએમ બનાવ્યા બાદ યોગી મોટા લોકપ્રિય નેતા બનીને ઊભરાઇ આવ્યા. યોગી સમર્થકોએ આખા પ્રદેશમાં હર હર યોગીના નારા લગાવી દીધા. તો બીજી બાજુ એમના સમર્થક એમને 2024માં પીએમના ઉમેદવાર બનાવવાની માંગણી કરી રહ્યા છે.

નોંધનીય છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહ 29 માર્ચથી બે દિવસની ગુજરાત મુલાકાતે છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ત્યારે સ્ટાર પ્રચારકના ફાઇનલ લિસ્ટ પર વિચારણા થશે. આ લિસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સાથે ઉત્તર પ્રદેશના સીએમ આદિત્યનાથ અને અન્ય સ્ટાર નેતાઓના નામની દાવેદારી લાગી શકે છે.

નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની 182 સીટો પર આ વખતે ભાજપે 150 થી વધારે સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છની 53 સીટોમાંથી પાર્ટીનો લક્ષ્ય 40થી વધારે સીટો જીતવાનું છે, અત્યારે અહીંયા ભાજપની પાસે 25 સીટો છે.

http://sambhaavnews.com/

You might also like