24 કલાક વીજળી માટે યોગીની અડધી રાત સુધી બેઠક

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર સતત પોતાના નિર્ણયો માટે ચર્ચામાં છે. વાયદા પ્રમાણે પોતાની પહેલી કેબિનેટમાં યૂપી સરકારે ખેડૂતોની લોન માફ કરીને લોકોને મોટી રાહત આપી છે. તો બીજી બાજુ ગુરુવારે મોડી રાત સુધી એક્શન દેખાડતાં ફરીથી લોકોને સુવિધા આપવાનું કામ કર્યું. યોગી મોડી રાતે લગભગ 1 વાગ્યા સુધી અધિકારીઓનું પ્રેઝનટેશન લેતા રહ્યા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ પોતાના મંત્રીઓ અને અધિકારીઓની સાથે બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લીધા, એમાંથી આ ત્રણ નિર્ણય ઘણા મહત્વના છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત અખિલેશ યાદવ પર 24 કલાક વીજળીને લઇને નિશાન સાધ્યા હતા, હવે યોગી સરકાર રાજ્યમાં 24 કલાક વીજળી આપવા માટે પોતાની પૂરી મહેનત કરી રહી છે. યોગીએ અધિકારીઓ સાથે બેઠકમાં નિર્ણય લીધો છે કે આવનારી 14 એપ્રિલથી દરેક મુખ્યાલયોમાં 24 કલાક વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો બીજી બાજુ તાલુકા અને ગામમાં 18 કલાક વીજળી આપવામાં આવશે.

જૂની સરકારમાં વધારે યોજનાઓની શરૂઆતમાં સમાજવાદી શબ્દ જોડવામાં આવ્યો હતો, જેમ કે સમાજવાદી પેન્શન યોજના, સમાજવાદી એમ્બ્યુલન્સ સેવા, સમાજવાદી સ્માર્ટફોન યોજના. હવે યોગી સરકારે દરેક યોજનાઓ થી સમાજવાદી શબ્દ હટાવવાનો નિર્ણય કર્યો છે. દરેક યોજનાઓમાંથી સમાજવાદીની જગ્યાએ મુખ્યમંત્રી જોડવામાં આવશે.

છેલ્લા ઘણા લાંબા સમયથી પશ્વિમી ઉત્તર પ્રદેશમાં એક એરપોર્ટની માંગણીરહી છે, માયાવતી સરકારએ જેવરમાં એરપોર્ટની મંજૂરી આપી હતી. પરંતુ અખિલેશ યાદવની સરકાર આગ્રામાં એરપોર્ટ બનાવવા માંગતી હતી. હવે યોગી સરકારએ જેવરમાં એરપોર્ટ બનાવવા માટે ફરીથી વિચાર કર્યો છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જેવરમાં જલ્દીથી એરપોર્ટ બનાવવાને લઇને જાહેરાત થઇ શકે છે.

ઉત્તર પ્રદેશમાં વેપારને વધારવા માટે યૂપી સરકાર હવે ગુજરાત મોડલને અપનાવી શકે છે. એના હેઠળ યોગી સરકાર ઓનલાઇન એપ્લીકેશન પણ શરૂ કરી શકે છે. સીએમ યોગીએ એના હેઠળ કડક પગલાં લેવા માટેનો નિર્ણય લીધો છે. એમાં બુંદેલખંડ માટે વિશેષ ધ્યાન આપવામાં આવશે.

નોંધનીય છે કે ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 3 એપ્રિલથી ,તત દરેક વિભાગોનું પ્રેઝનટેશન લઇ રહ્યા છે. એ સતત બધા જ વિભાગોની બેઠક કરશે. તો બીજી બાજુ યોગી સરકારની આગળની બેઠક 11 એપ્રિલે થશે.

http://sambhaavnews.com/

You might also like