યોગી પાસે ૪૯ હજારનાં કુંડળ, રિવોલ્વર પણ રાખે છે, કુલ સંપત્તિ ૯૫ લાખ રૂપિયા

લખનૌ: ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી અાદિત્યનાથ પાસે મોબાઈલ ફોન માત્ર ૧૨ હજારનો છે, પરંતુ તેઅો કાનમાં ૨૦ ગ્રામ સોનાનાં જે કુંડળ પહેરે છે, તેની કિંમત ૪૯ હજાર છે. ૨૦૧૪ની લોકસભામાં તેમણે અષ્ટ ધાતુનાં કુંડળની કિંમત ૧૫ હજાર રૂપિયા ગણાવી હતી. તેઅો ૨૦ ગ્રામ સોનાનાં કુંડળ સાથે ૧૦૦ ગ્રામ સોનાથી મઢેલી રુદ્રાક્ષની માળા પણ પહેરે છે. તેમના બંને ડેપ્યુટી સીએમ કરોડપતિ છે.

કેશવ મૌર્ય પાસે કુલ સંપત્તિ ૫.૮૫ કરોડ છે તો દિનેશ શર્મા પાસે ૨.૬૯ કરોડની સંપત્તિ છે. યોગીઅે એફિડેવિટમાં જણાવ્યું કે તેમની પાસે કુલ સંપત્તિ ૯૮ લાખની છે, જેમાં કેશ માત્ર ૨૨ હજાર રૂપિયા છે. યોગી નાથ સંપ્રદાયના સાધુ છે. અા સંપ્રદાયના સાધુઅોના બંને કાન છેદવામાં અાવે છે. સાધુઅો લાકડાનાં કુંડળ પહેરે છે, પરંતુ યોગીઅે લાકડાના બદલે સોનાનાં કુંડળ પહેર્યાં છે.

યોગી પાસે બે લક્ઝરી કાર-ઇનોવા અને ફોર્ચ્યુનર પણ છે. ફોર્ચ્યુનરની કિંમત ૧૩.૧૧ લાખ અને ઇનોવાની કિંમત ૮.૭૨ લાખ છે. યોગી પાસે એક લાખ રૂપિયાની રિવોલ્વર અને ૮૦ હજાર રૂપિયાની રાઈફલ પણ છે. તેમની પાસે ખેતીની જમીન નથી, પરંતુ દિલ્હી, ગોરખપુરની બેન્કોમાં ડિપો‌િઝટ, નેશનલ સેવિંગ સ્કીમ અને વીમા પોલીસી દ્વારા ૭૧,૨૫,૪૯૫ રૂપિયા છે.

યોગી અાદિત્યનાથ પાસે રિવોલ્વર અને રાઈફલ પણ છે. રિવોલ્વરની કિંમત એક લાખ રૂપિયા અને રાઈફલની િકંમત ૮૦ હજાર રૂપિયા જણાવાઈ છે. યોગી પાસે કેશ માત્ર ૨૨ હજાર છે, પરંતુ બેન્ક ખાતામાં લાખો રૂપિયા છે. દિલ્હીના સંસદમાર્ગ સ્થિત સ્ટેટ બેન્કના બચત ખાતામાં ૩૧.૧૨ લાખ રૂપિયા છે, જ્યારે અા બેન્કમાં તેમણે ૬.૮૨ લાખ રૂપિયાની ત્રણ એફડી કરાવી છે. યોગી પર ગોરખપુર, મહારાજગંજ અને સિદ્ધાર્થનગરમાં કુલ ૮ ક્રિમિનલ કેસ છે, પરંતુ હજુ સુધી એક પણ કેસમાં સજા થઈ નથી.

You might also like