યોગી આદિત્યનાથ અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના માટે કટિબદ્ધ છે. યોગી આદિત્યનાથ અયોધ્યામાં ભગવાન રામની ભવ્ય મૂર્તિના નિર્માણની જાહેરાત કરી ચૂક્યા છે, ત્યાર યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં એક મોટી જાહેરાત કરી છે. ઇતિહાસમાં ફરી એકવાર અયોધ્યાથી રથયાત્રા નિકળવા જઇ રહી છે. 13 ફેબ્રુઆરીના રોજ યોગી આદિત્યનાથ અયોધ્યાથી રામ રાજ્ય રથયાત્રાને લીલીઝંડી આપશે. આ રથયાત્રા અયોધ્યાના કારસેવકપુરમથી નીકળીને રામેશ્વરમાં પુરી થશે. રથયાત્રા ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ સહિતના છ રાજ્યોમાં ફરશે. રામદાસ યુનિવર્સલ સોસાયટી મહારાષ્ટ્રના બેનર હેઠળ યોજાનારી યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ઉપરાત ભાજપના કાર્યકરો સામેલ થશે.
ઉલ્લેખનીય છે કે ડીસેમ્બર 1992માં લાલકૃષ્ણ અડવાણીએ રામ રથયાત્રાનો કોલ આપ્યો હતો, જેને પગલે દેશભરમાંથી ઉમટેલા કારસેવકો અયોધ્યા પહોંચ્યા હતા અને બાબરી ધ્વંસ કર્યો હતો. આ વર્ષે 18 ઓક્ટોબરે દિવાળી પર્વ નિમિત્તે અયોધ્યામાં યોગી આદિત્યાનાથ દ્વારા આયોજીત દીપોત્સવી કાર્યક્રમમાં રામની પૌડી પર 1,71,000 દિવા પ્રગટાવી એક રેકોર્ડ બનાવ્યો હતો.