અલાહાબાદના 150મા સ્થાપના દિવસે PM મોદી – CM યોગી એક મંચ ઉપર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અલાહાબાદની મુલાકાતે પહોંચ્યા છે. સંગમ નગરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના મુખ્યપ્રધાન યોગી સાથે મુલાકાત કરી. અલાહાબાદ હાઇકોર્ટના 150માં સ્થાપના દિવસના કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદી અને CM આદિત્યનાથ યોગી એક મંચ પર જોવા મળ્યાં. ઉલ્લેખનીય છે કે શપથગ્રહણ બાદ પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગી ફરી એકસાથે જોવા મળ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એરપોર્ટ પર ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વાગત કર્યું છે. આ કાર્યક્રમમાં ચીફ જસ્ટિસ જેએસ ખેહર અને કાનૂન તેમજ ન્યાયપ્રધાન રવિશંકર પ્રસાદ ઉપસ્થિત રહેશે. તે મજ વિવિધ હાઇકોર્ટના જ્જ સમારોહમાં હાજરી આપશે.

http://sambhaavnews.com/

You might also like